ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે કયા કયા કલાકારો કરશે પ્રચાર, જાણો વિગતે
આ તમામ કલાકારોના હજુ સુધી કોઈ શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું નથી. જોકે તમામ કલાકારો ભાજપ અને કોંગ્રેસ માટે અલગ-અલગ જગ્યાએ પ્રચારમાં કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીતા કોમેડિયન અને સાંસદ પરેશ રાવલ તેમજ કપિલ શર્મા અને મનોજ જોશી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરશે. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, દેવ આનંદ, ધર્મેન્દ્ર, અમજદખાન અને નરેન્દ્ર મોદીના ડુપ્લીકેટ પણ ચૂંટણી પ્રચાર કરશે.
મહિમા ચૌધરી, અમિશા પટેલ, નગ્મા, રિતેશ દેશમુખ, અસરાની, રાજ બબ્બર, નવજોત સિંહ સિદ્ધુ સહિતની જાણીતી હસ્તીઓ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચારમાં જોડાશે.
નરેશ કનોડિયા, હિતુ, રોમા માણેક, ઓસમાણ મીર અને અરવિંદ વેગડા તેમજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર કાસ્ટ સહિતના ગુજરાતી કલાકારો ઉપરાંત ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પણ ભાજપનો પ્રચારમાં જોડાશે.
જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિત 25થી વધુ કલાકારો ભાજપ માટે પ્રચાર કરશે. જ્યારે મહિલા ચૌધરી, અમિ, પટેલ, રીતેશ દેશમુખ, નગ્મા સહિતના કલાકારો કોંગ્રેસના મંચ પરથી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણને ગણીને માત્ર 15 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રંગત અને રોનક લાવવા માટે ભાજપે ફિલ્મી કલાકારોને પ્રચારમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મ અને ટેલિવિઝનના સુપરસ્ટાર સહિતના ફેમસ કલાકારોને ચૂંટણી પ્રચારનાં જંગમાં ઉતારવામાં આવશે.
ફિલ્મ અભિનેતા સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટાગર શ્રોફ, શિલ્પા શેટ્ટી, શમીતા શેટ્ટી, બિપાશા બસુ, પ્રિતી ઝિંટા સહિતના કલાકારોનો ભાજપ દ્વારા પ્રચાર માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હેમા માલિની અને મનોજ તિવારી પણ ચૂંટણી પ્રચાર જોડાશે તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -