અમદાવાદઃ સગીરાને લગ્નનું વચન આપી યુવકે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
આ અંગેની વિગત એવી છે કે, પ્રિયા અને રામોલમાં માતૃભક્તિ સોસાયટીમાં રહેતા ચંદનકુમારશિવ પરસનસિંહ યાદવ પાંચ મહિના પહેલા પ્રેમમાં પડ્યા હતા. પ્રેમસંબંધ પછી બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ હતી. બંને સાથે ફરવા પણ જતાં હતા. દરમિયાન ચંદને લગ્ન કરવાનું વચન પ્રિયાને આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપ છે કે, ચંદન અવાર-નવાર પ્રિયાને પોતાના ભાઈના ઘરે બાઇક પર બેસાડીને લઈ જતો હતો. જ્યાં બંને વચ્ચે અનેક વખત શારીરિક સંબંધ બંધાયા હતા. પાંચેક દિવસ પહેલા પ્રિયાની તબિયત લથડતા તેને વસ્ત્રાલ સ્થિત હોસ્પિટલ લઈ જવાઇ હતી. જ્યાં પ્રિયાને ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે માતા-પિતાએ પૂછપરછ કરતાં ચંદને લગ્નનું વચન આપીને સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હોવાનું જણાવ્યું હતું.
પ્રિયાએ માતા-પિતાને પોતે કેવી રીતે ગર્ભવતી થઈ તેની માહિતી આપી દેતાં ગઈ કાલે મોડી રાતે રામોલ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને સગીરા પાંચ મહિના પહેલા પ્રેમમાં પડ્યા હતા. આ પછી યુવકે સગીરાને લગ્નનું વચન આપીને સેક્સસંબંધ બાંધતા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી.
અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં એક યુવકે સગીરા પર બળાત્કાર કરતાં ગર્ભવતી થઈ હોવાની ફરિયાદ સામે આવી છે. પોલીસે ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી છે. 16 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)ની તબિયલ લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તે ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -