બોટાદમાં પોલીસ દ્ધારા PAAS કાર્યકરોને માર મારવા પર પાટીદારોમાં રોષ, બંધ કરાયા એસટી રૂટ
પાસના કાર્યકરોને મારમારવાને લઈ હાર્દિક પટેલ સહિત પાસના આગેવાનો મોડી રાત્રે બોટાદ પહોંચ્યા હતા. પોલીસના મારને લઈ ૧૧ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાસના કાર્યકર દીલીપ સાબવાના કહેવા પ્રમાણે, તેઓ શહેરથી 25 કિલોમીટર દૂર હતા છતાં પણ તેમને ત્યાંથી પોલીસ ઉપાડી ગઇ હતી. પાટીદાર સમાજના આશરે ૨૦૦૦ જેટલા લોકોએ એકઠા થઇ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાને પગલે બે પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. લાઠીદડ, સમઢીયાળા, તુરખા, સનાળી, ભદારાવડી, કારીયાણી, ગઢડા, માડવધાર,જસદણ, ઉગામેડી ગામના એસટી રુટો બંધ કરાયા છે.
પાટીદોરના રોષને પગલે કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે હેતુંથી બોટાદમાં પાટીદારોના પ્રભુત્વવાળા ગામોમાં એસટી બસોના રૂટો બંધ કરવામાં આવ્યા છે. પાટીદોરોનો આરોપ છે કે અટકાયત દરમિયાન બોટાદ પોલીસ દ્ધારા તેમને માર પણ મારવામાં આવ્યો હતો.
અમદાવાદઃ બોટાદમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન વિરોધપ્રદર્શન ના કરે તે માટે પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના 11 કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસે તેમને માર પણ માર્યો હોવાથી પાટીદારોમાં રોષ વ્યાપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -