'અંધાધૂંધ ફાયરિંગને કારણે બસ ચલાવતાં ચલાવતાં મારા પગ ધ્રૂજતાં હતાં, પણ હિંમત ન હાર્યો'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર ગઈ કાલે રાતે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં સાત ગુજરાતીઓના મોત થયા છે, ત્યારે ગુજરાત અને સમગ્ર દેશમાં આ હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલો થયો ત્યારે બસના ડ્રાઇવરની હિંમતને કારણે અન્ય પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. તે જો હિંમત હારી ગયો હોત, તો કદાચ આ આંકડો ખૂબ મોટો હોત. આવો સાંભળીએ તેની જુબાની..
આમને આમ બસ ચલાવતો રહ્યો અને સુરક્ષિત જગ્યા આવ્યા પછી જ ઊભો રહ્યો. આ પછી બધાનો સંપર્ક કરીને જાણ કરી. તેણે જણાવ્યું હતું કે, મારા પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ હિંમત ન હાર્યો અને બસ ચલાવે રાખી. જોકે, પાંચ-છ લોકોના જીવ ગયા, પરંતુ બીજા લોકોના જીવ બચી ગયા. આઠ-નવ વર્ષથી હું અમરનાથ જાઉં છું, પરંતુ મારી સાથે આવું પહેલીવાર બન્યું.
આથી હું સમજી ગયો કે ફાયરિંગ થયું છે. પરંતુ હું રોકાયો નહીં. જો રોકાઇ જતો તો, તો મોટી અનહોની થઈ જાત. તેઓ અંધાધૂધ ફાયરિંગ કરી રહ્યા હતા. દિવાળીના ફટાકડાનો અવાજ આવે તેવી રીતે ગોળીઓ છૂટી રહી હતી. આમ છતા હું રોકાયો નહીં. ફાયરિંગ થતાં હું બસમાં નીચે નમી ગયો, જેથી હું બચી ગયો. જેને કારણે મને બહુ ઓછું દેખાતું હતું.
વલસાડથી અમરનાથ યાત્રાએ નીકળેલી બસના ડ્રાઇવર સલીમ મિર્ઝાએ ગઈ કાલે રાતે સાડા નવ વાગ્યા આપપાસ પોતાના કઝિન જાવેદને ફોન કર્યો હતો અને સાડા આઠ વાગ્યે તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાતે સાડા આઠે બસ લઈને નીકળ્યો ત્યારે ખૂબ જોરથી અવાજ આવ્યો. મારી બસના સાઇડ ગ્લાસ પાસેથી ઝડપથી કંઇક પસાર થયું ને મારી ગાડીનો કાચ ફૂટી ગયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -