કરોડોના કોલ સેન્ટરના કૌભાંડી સાગરે ગર્લફ્રેન્ડને બર્થ ડે ગિફ્ટમાં આપી હતી અઢી કરોડની કાર, જાણો કઈ હતી આ કાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના કહેવા પ્રમાણે, એફબીઆઇના સાત અધિકારીઓ આ કૌભાંડની તપાસ માટે થાણે અને અમદાવાદની મુલાકાત લે તેવી શક્યતા છે. પોલીસે આ મામલે ચાર હવાલા ઓપરેટર્સની અટકાયત કરી છે. નોંધનીય છે કે આ કૌભાંડમાં મુંબઇ અને અમદાવાદમાં કાર્યરત કોલ સેન્ટર મારફતે અમેરિકાના નાગરિકોને ધમકાવી પૈસા પડાવાતા હતા. આ કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું.
મુંબઇ પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, સાગર પાસે અનેક વૈભવી કારો છે. તેણે પોતાની પ્રથમ કાર અમદાવાદમાંથી ખરીદી હતી. અમદાવાદમાં વસ્યા બાદ સાગર અને તેની બહેન રીમાએ આ કૌભાંડની શરૂઆત કરી હતી. આ માટે તેઓ અમેરિકા રહેતા આ કૌભાંડના મુખ્ય સૂત્રધારના સંપર્કમાં આવ્યા હતા.
આ કૌભાંડથી સાગર રોજના એકથી દોઢ કરોડ રૂપિયા કમાતો હતો. થાણે પોલીસના કહેવા પ્રમાણે, સાગર વૈભવી કારોનો શોખીન છે. તેણે તેની 21 વર્ષની ગર્લફ્રેન્ડને તેના બર્થ-ડે પર અઢી કરોડ રૂપિયાની ઓડી R8 કાર ગીફ્ટ આપી હતી.
અમદાવાદઃ ભારત બેઠા બેઠા અમેરિકાના લોકોને ધમકાવીને પૈસા ખંખેરવાના કરોડોના કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઉર્ફ સૈગી વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતો હોવાનું સામે આવ્યું છે. 500 કરોડના આ કૌભાંડના સંદર્ભમાં મુંબઇ પોલીસે અમદાવાદના કોલ સેન્ટરો પર દરોડો પાડી કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જોકે કૌભાંડ સામે આવ્યાના સપ્તાહ બાદ પણ સાગર ઠક્કર પોલીસની પક્કડથી બહાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -