જમ્મુ કશ્મીરના આંતકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ, બે બાળકોના માથેથી પિતાનું છત્ર ગયું
જમ્મુ: જમ્મુ કશ્મીરના પુલવામામાં શનિવારે પોલીસ લાઈનમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 જવાન શહીદ થયાં હતાં તેમાનાં એક જવાન અમદાવાદના નરોડા વિસ્તારના અમરદિપ પાર્ક બ્લોક 14Aમાં રહેતા દિનેશ દીપકભાઇ બોરસે પણ શહિદ થયા હતા. દિનેશ છેલ્લા બાર વર્ષથી સીઆરપીએફમાં કાર્યરત હતો દિનેશના પરિવારમાં તે એકનો એક પુત્ર હતો અને તેની બે બહેનો છે. તેની 4 વર્ષની પુત્રી અને 3 મહીનાનો એક પુત્ર છે. દિનેશે તેમનું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની વિદ્યા વિહાર સ્કૂલમાં પૂરું કહ્યું હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિનેશ જ્યારે એપ્રિલમાં અમદાવાદ આવ્યો હતો ત્યારે છેલ્લી વખત તેમના મિત્રો સાથે મળ્યો હતો. તેમના મિત્રોએ કહ્યુ કે, તે જ્યારે મળતો ત્યારે એ એવુંજ કહેતો કે, જયારે પણ આવશે ત્યારે ત્રિરંગા સાથે આવશે
તેમાના એક મિત્ર સાથે 5 જુલાઇએ વાત થઇ હતી તેમા કહ્યું કે, ઓપરેશન ચાલું છે અને 4 આતંકવાદીઓને મારી નાખ્યા છે તે વાત દેવેન્દ્રે યાદવ સાથે થઇ હતી
દિનેશને ગણપતિ અને નવરાત્રીનો ખૂબ શોખ હતો તેમણે 25 તારીખના ગણપતીની વાત તેમના એક મિત્ર સાથે થઇ હતી.
દિનેશના પિતા દિપકભાઇ બોરસે પણ હાલ એસઆરપી કેમ્પ અમદાવાદમાં ફરજ બજાવે છે. જો કે, તેમના પરીવારને દિનેશના શહિદ થયાંની જાણ કરવામાં આવી નહોતી પણ બાદમાં શહિદ થયાની જાણવા થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના બાળકોને હજુ પણ જાણ કરવામાં આવી નથી.
દર વર્ષે દિનેશ ગણેશ ઉત્સવ એને નવરાત્રી મનાવવા અમદાવાદ અવતા હતાં. છેલ્લે જ્યારે એ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની પુત્રીના સ્કૂલમાં એડમિશન પણ કરાવ્યું હતું.
તેમના મિત્રોને મળતાં ત્યારે એવું કહેતાં કે તે આવશે ત્યારે આતંકવાદીઓનો અને દેશના દુશમનનો ખાતમો કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -