પાણીપુરી ખાતાં પહેલાં ચેતોઃ ટોઈલેટ ક્લિનર પછી હવે ક્યા ખતરનાક કેમિકલની ભેળસેળ આવી બહાર? જાણીને લાગશે આઘાત
અમદાવાદ:અમદાવાદમાં પાણીપૂરીના પાણીમાં ટોઈલેટ ક્લીનરની ભેળસેળ કરનારાને છ માસની સજા થઈ એ સમાચાર તાજા છે ત્યાં નવો ધડાકો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાંથી 26 પાણીપુરીવાળાને ત્યાંથી સેમ્પલ લીધા હતા. તેમાં પાણીમાં કલરવાળા કેમિકલનું મિશ્રણ કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલ્થ વિભાગને સંજય પકોડી સેન્ટર (તિલકબાગ, એલિસબ્રિજ), પ્રેમ પકોડી સેન્ટર (સરદાર સ્મારક ભવન, લાલ દરવાજા), મહાલક્ષ્મી પકોડી (નરોડા), આશીર્વાદ પકોડી હાઉસ (ખોખરા) અને સુરેશ પકોડી સેન્ટર (મણિનગર)ના પાણીમાં ભેળસેળ હોવાનું માલૂમ પડતાં હવે તેમની સામે કાર્યવાહી કરાશે.
કોર્પોરેશનની લેબોરેટરીમાં થયેલાં ટ્સિટ્ગમાં સાબિત થયું છે કે પાણી ફુદીના અને ધાણાવાળું ગ્રીન દેખાય તે માટે ખાસ ગ્રીન કલરવાળા ગ્રીન એફએલએફ નામના કેમિકલનું મિશ્રણ કરાતું હતું. આ ઉપરાંત ટ્રીટ્રાજિન નામના કલરની પણ ભેળસેળ કરવામાં આવતી હોય છે. આ બંને કેમિકલ લાંબા ગાળે ખતરનાક સાબિત થાય છે.
લેબોરેટરીના સૂત્રોના કહેવા પ્રમાણે, પાણીનાં સેમ્પલ લીધા બાદ તેને ચાર થી પાંચ દિવસ સુધી પધ્ધતિસર સાચવવામાં આવે છે. ત્યાર બાદ પાંચ દિવસ સુધી તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને તેના કારણે આ પાણીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કરાઈ હોય તો તેની ખબર પડી જાય છે.
આ તમામ કલરનો ઉપયોગ અમુક ફૂડ આઈટમોમાં પ્રમાણસર કરી શકાય પણ પાણીપૂરીના પાણીમાં તેના વાપરવા પર પ્રતિબંધ છે. આ કલરના કારણે પેટના ભયંકર પ્રોબ્લેમ ઉભા થાય છે. જે સેમ્પલમાં એસિડિક પ્રકારની ભેળસેળ થતી હોવાનું સ્પષ્ટ થયું નથી પણ આ કેમિકલ્સ આરોગ્ય માટે એટલા જ ખતરનાક છે.
કોર્પોરેશનના હેલ્થ વિભાગની ફલાઈંગ સ્કવોડે થોડા સમય પહેલાં શહેરના તમામ વિસ્તારોમાંથી 26 પાણીપૂરીની લારી તેમજ દુકાનોમાંથી પાણીનાં સેમ્પલ લીધાં હતાં. તે પૈકી 6 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થયું છે. આ તારણથી ચોંકેલી સ્ક્વોડ આ પ્રકારના સેમ્પલો આગામી દિવસોમાં બીજાં સ્થળેથી પણ લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -