અમદાવાદ: નવરાત્રિમાં યુવતીઓની છેડતી કરતાં 278 રોમિયોને મહિલા પોલીસે કેવી રીતે ઝડપ્યા? જાણો વિગત
આમ પોલીસે 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર નવરાત્રી દરમિયાન મહિલાઓની છેડતી કરનારા 278 અને દારૂ પીધેલા 438 શખ્સોની ધરપકડ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સિવાય દારૂ પીધેલી હાલતમાં ફરતાં શખ્સોને પકડી લેવા માટે પણ પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાંથી પોલીસે 438 લોકોની ધરપકડ કરી હતી.
જેમાં પોલીસે વિવિધ ઠેકાણે મહિલાઓની છેડતી કરનારા કુલ 278 રોમિયોને ઝડપી પાડ્યા હતા. તેમની વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રીમાં પાર્ટી પ્લોટ, ક્લબોમાં મહિલાઓની છેડતીના બનાવો બનતા જોવા મળતાં હોય છે. તે સિવાય ખાણી-પીણીના ઠેકાણે પણ છેડતીના બનાવો બનતાં હોય છે. પોલીસે આવા બનાવો અટકાવવા વિશેષ ટીમો તૈયાર કરી હતી. તે સિવાય મહિલા પોલીસ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આ ઠેકાણે ફરજ બજાવતી હતી.
નવરાત્રી દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેડતીના બનાવો બનતા જોવા મળ્યા હતાં. જેને પગલે પોલીસે વિશેષ ટીમો બનાવીને છેડતી કરનારા 278 રોમિયોને ઝડપી પાડ્યા હતાં. તે સિવાય દારૂ પીધેલી હાલતમાં 438 શખ્સોની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -