ગુજરાત કોંગ્રેસના ક્યા મહિલા પૂર્વ MLA સામે નોંધાઈ હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો વિગત
કિરીટસિંહના અંગત માણસને રણવીરસિંહ જોડે પતાવી દેવાનો છે. તો જ આ લોકો પૈસા માંગવાનું બંધ કરશે, હવે તારો વારો છે. નવરાત્રીમાં ચેતતો રહેજે હું અને કામિની રણવીરસિંહ જોડે છીએ તેમ કહી જતાં રહ્યા હતા. આગળ જતાં કોઈ અણબનાવ ના બને તેના માટે કડાદરા ગામમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવાની સાથે પેટ્રોલિંગ પણ સઘન બનાવી દેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાપક્ષે ઈજાગ્રસ્ત નારણસિંહની ફરિયાદ મુજબ તે ચાર દિવસ પહેલાં નવરાત્રીનો સામાન ખરીદવા દહેગામ આવ્યા હતા ત્યારે આશિષ હોટલ સામે ગાડીમાં આવેલા લાલ રાઠોડે નારણસિંહને કહ્યું હતું કે, તારો શેઠ કિરીટસિંહ તારા ગામના રણવીરસિંહ પાસે અગાઉના પૈસા આપી દીધા હોવા છતાં કેમ બાકી કાઢે છે. મારી પત્ની કામિનીબા સાથે વાતચીત થઈ છે.
મંગળવારે રાત્રે ગરબામાં રણવીરસિંહ બિહોલા ગરબા રમતા હતા તે દરમિયાન હાથથી ઈશારો કરી નારણસિંહને ચીડવતાં હતાં. રણવીરસિંહે ચપ્પુ છાતીના ભાગે મારવા જતાં હાથમાં ઘૂસી ગયું હતું. તેમણે લાલભાઇ રાઠોડ, કામિનીબા રાઠોડ સામે દબાણમાં લાવી પીઠબળ પૂરું પાડવા અને ઉપર જણાવેલા અન્યો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
કડાદરા રહેતાં અલ્પેશસિંહ ભૂપતસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ તે ગત તારીખ 15 મીએ કિરીટસિંહ બિહોલાએ ઝઘડાના સમાધાનના બાકી પૈસા આપવા અંગે ધમકી આપી હતી. બીજા દિવસે રાત્રે મોડી રણવીરસિંહ તથા કેતનસિંહ બિહોલા ગરબા રમતા હતા તે દરમિયાન નારણસિંહ અમરસિંહ અને કિરીટસિંહ બાદરસિંહે આવીને રણવીરસિંહને ચપ્પાના ઘા ઝિંક્યા હતાં. તેમના ભાઈ અલ્પેશસિંહે આ અંગે નારણસિંહ બિહોલા, કિરીટસિંહ બિહોલા તેમજ કિરીટસિંહ બિહોલા સામે ખૂનના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.
દહેગામ: દહેગામના કડાદરા ગામે મોડી રાત્રે ગરબા સમયે થયેલ ઝઘડા બાદ સમાધાનના ખર્ચ પેટે બાકી નીકળતાં પૈસાની ઉઘરાણી અંગે બબાલ થઈ હતી. જૂથ અથડામણમાં બે લોકોને છરીના ઘા ઝીંકાયા હતા. જેમાં દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભાઇ રાઠોડ સહિત 7 સામે હત્યાની કોશિશ કરી હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -