ગાંધીનગરઃ અકસ્માત જોતા CM રૂપાણીએ રોકાવ્યો કાફલો, ઇજાગ્રસ્ત મહિલાને મદદ માટે આપી કાર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરૂપાણીએ ઘાયલોને સાંત્વના આપતા ઘાયલ થયેલી એક મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે પોતાના કાફલાની એક આપી દીધી હતી. એટલું જ નહીં એક પીઆઈને પણ મહિલા સાથે તેમને મોકલી આપ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગાંધીનગર-કોબા રોડ પર એક રીક્ષા પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો, આ જ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થયો હતો. અકસ્માત જોતા જ રૂપાણીએ કાફલો રોકવા કહ્યું હતું અને ઘાયલોને મદદ કરવા માટે જાતે જ દોડી આવ્યાં હતા.
અમદાવાદઃ દેશમાંથી વીઆઈપી કલ્ચરને નાબુદ કરવાના વડાપ્રધાન મોદીના પ્રયાસોને સાર્થક કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર-કોબા રોડ પર અકસ્માતમાં ઘાયલ લોકોને મદદ કરવા માટે પોતાનો કાફલો રોકી દીધો હતો. એટલું જ નહીં મુખ્યમંત્રી રૂપાણીએ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પોતાના કાફલામાંથી એક કાર પણ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -