અમદાવાદ: બાવળા-ચાંગોદર હાઈવે પર એકસાથે ત્રણ કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો, કારનો થયો કચ્ચરઘાણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અકસ્માત સર્જાતાની સાથે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં 11થી વધારે લોકોને પાસેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
બાવળા-ચાંગોદર રોડ પર એસેન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી. તે દરમિયાન અચાનક કારનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતાંની સાથે જ સામેથી આવતી ઈકો અને વેગનઆર સાથે અથડાઈ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદ: અમદાવાદનાં બાવળા-ચાંગોદર રોડ પર ઈકો, વેગનઆર અને એસેન્ટનો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ 4 સહિત 11 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -