અમદાવાદીઓના પાંચ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનારી યુવતી ફરાર, તેનો ભાઇ ઝડપાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાય સમયથી આ કંપનીના માલિકોએ ભારતભરમાં પોતાનું નેટવર્ક બનાવ્યું અને અનેક શહેરોમાં થાપણોનાં નાણાં લઇ વ્યાજ ના ચુકવ્યું. કંપનીના ચેરમેન-ડિરેક્ટર વર્ષા સતપાલકર અને ડાયરેક્ટર જનાર્દન પારુલેકરે અમદાવાદના મણિનગરમાં પણ કંપનીની સબ બ્રાન્ચ ખોલી હતી. અહીં અનેક લોકોએ બે, ત્રણ, પાંચ વર્ષ લેખે થાપણો મૂકી પણ આખરે વ્યાજ કે પ્લોટ કંઇ ન મળતા પોલીસ ફરિયાદ કરી.
મૈત્રી કંપનીની ઓફિસ મણિનગર રેલવે સ્ટેશન પાસે આવેલી છે. આ કંપનીની ભારતભરમાં બ્રાન્ચો આવેલી છે અને આવી જ એક બ્રાન્ચ મણીનગર વિસ્તારમાં પણ છે. આ કંપની લોકો પાસેથી બે, ત્રણ, પાંચ વર્ષ માટે થાપણો લેતી અને ત્યારબાદ તે રકમનું વ્યાજ અને તેની સાથે પ્લોટ આપવાની પણ લોભામણી જાહેરાત કરાતી.
કંપનીના ચેરમેન ડિરેક્ટર વર્ષા સતપાલકર હાલ ફરાર છે. વર્ષા બોલિવૂડ-નેતાઓ સાથે ધરોબો ધરાવે છે અને વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે. સૂત્રોના મતે આ કંપની દેશના અનેક શહેરોમાં કરોડો રૂપિયાના પ્લોટ અને જમીન પણ આવેલી છે. વર્ષા લતા મંગેશકર, શ્રીદેવી, બોની કપૂર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ અને જાવેદ અખ્તર, કેન્દ્રીયમંત્રી સુરેશ પ્રભુ સાથે જોવા મળી રહી છે.
મૈત્રી ગ્રુપ દ્ધારા સુવર્ણ સિદ્ધિ નામે સ્કીમ ચલાવવામાં આવતી હતી. આ સ્કીમ હેઠળ મહિના અને 3 મહિના 6 મહિના અને 1 વર્ષ હપ્તો ભરી ગોલ્ડ આપવાની વાત કરાઇ હતી જ્યારે એફડી સ્કીમમાં 11.55 ટકા વ્યાજ આપતાનું વચન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્લોટ માટે 1 થી 6 વર્ષ ની સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કંપનીએ લોકોને આપેલા ચેક બાઉન્સ થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કંપની વિરુદ્ધ છેતરપિંડની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદઃ મણિનગરમાં મૈત્રી પ્લોર્ટસ ઓફીસ ખોલી સસ્તા ભાવે મકાન આપવાની લાલચે 5 કરોડથી વધુ ફુલેકું ફેરવનાર ડાયરેક્ટર જનાર્દન પારુલેકરની મણિનગર પોલીસે ધરપકડ કરી હતી. મણિનગર પોલીસે મૈત્રી પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર્સ પ્રા.લીના ડાયરેક્ટર જનાર્દન પારુલેકરની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી હતી. જનાર્દન વિરુદ્ધ મહારાષ્ટ્રમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે અને તે હાલમાં જેલમાં હતો. જ્યારે કંપનીના ચેરમેન-ડિરેક્ટર વર્ષા સતપાલકર ભૂગર્ભમાં ઉતરી ગઇ છે. વર્ષના અને જનાર્દન ભાઇ-બહેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -