કોંગ્રેસ સત્તામાં આવશે તો 14 ‘શહીદ’ પાટીદારોને 35-35 લાખની સહાય, કોંગ્રેસે બીજી કઈ આપી ખાતરી? જાણો વિગતે
સોમવારે પાસ સાથેની બેઠક સાનુકૂળ રહી હતી. અનામત ટેકનિકલ મુદ્દો છે આથી બંધારણની રીતે કઈ રીતે જોગવાઈ કરાય તે માટે નિષ્ણાતોની સલાહ લેવાશે. આર્થિક વિકાસ નથી તેવા તમામ સમાજોનો વિકાસ થાય તેવા પ્રયાસો કરાશે. કોંગ્રેસની રાજકીય ઈચ્છાશક્તિ મજબૂત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલને તેમની ઓબીસી અનામતની માગ સામે કોંગ્રેસ ઇબીસી એટલે કે આર્થિક ધોરણે અનામત આપવાની બાંહેધરી આપી હોવાથી પાટીદાર સમાજને આર્થિક અનામત કે ઓબીસી અનામત જોઇએ છે તે બાબતે સ્પષ્ટતાની અપીલ કરી છે. કોંગ્રેસ અને પાસ વચ્ચે સોમવારે થયેલી બેઠક એ સ્પષ્ટપણે બંને પક્ષોનું મેચ ફિક્સિંગ લાગે છે. રાહુલને ધમકી આપી એટલે કોંગ્રેસ ગભરાઈ ગઈ અને બધી માગણી સ્વીકારી લીધી છે.
રાહુલ ગાંધી અનામત મુદ્દે ચર્ચા કરવા બોલાવશે તો પાસની કોર કમિટી જશે. કોંગ્રેસે અમારી પાંચમાંથી ચાર માંગ સ્વીકારી લીધી છે. પાટીદારોને અનામત કેવી રીતે આપવી તે બાબતે કોંગ્રેસના ટોચના નેતાઓ વકીલો સાથે ચર્ચા-વિચારણાં કરાશે. ત્રીજીએ સુરતમાં યોજાનારી રાહુલની સભામાં કોઈ ધમાલ નહીં થાય.
આર્થિક અનામત આપવા સહિતની માગણીઓને ભાજપ સરકારે સ્વીકાર કર્યા પછી કોંગ્રેસે પણ આર્થિક અનામતનો સ્વીકાર કરીને ઓબીસી અનામત બાબતે કોઇ બાંહેધરી આપી ન હતી. આમ હાર્દિક કોંગ્રેસ તરફ ઢળતા પાટીદારો ત્રિભેટે આવીને ઊભા છે. કોંગ્રેસ સાથે જવું કે હાર્દિક એકલા હાથે લડે કે અનામત મળશે કે કેમ ? તે સવાલ છે. કોંગ્રેસમાંથી પાટીદારો સાથે વાટાઘાટો કરનાર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પણ ઓબીસી અનામત પેચીદો પ્રશ્ન છે, આ કોઇ લોલીપોપ આપવા જેવું નથી તેમ કહીં ઓબીસી અનામત આપવાની બાંયધરી આપવાનું ટાળ્યું હતું.
એ સિવાય બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપશે અને તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે. તેમજ પાટીદારો પર થયેલા દમન અંગે સીટની રચના કરવામાં આવશે. પાસના નેતાઓએ કહ્યું હતું કે, પાટીદાર અનામત અંગે કાયદાકીય અને ટેકનિકલ મુદ્દે કોંગ્રેસ સાથે વધુ બેઠક કરવામાં આવશે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરો અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આજે બેઠક મળી હતી. પાસ તરફથી પાંચ મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે, તો અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને 35-35 લાખ રૂપિયાની સરકારી આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા રાજદ્રોહ સહિતના તમામ કેસ પરત ખેંચાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -