કોંગ્રેસ ભાજપના કયા પાટીદાર ધારાસભ્યોને બનાવશે ટાર્ગેટ? પછાડવા શું ઘડી વ્યૂહરચના? જાણો વિગત
ત્રણથી વધુ ઉમેદવારો વાળી બેઠક પર ઉમેદવારોને સમજાવવાની જવાબદારી આ આગેવાનોને સોંપાઈ છે. કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ લોકોને સાથે રાખવા માંગે છે અને તેના માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને પણ બેઠકમાં ચર્ચા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ન મળી શકવાના કારણે આ જાહેરાતમાં વિલંબ થશે. તેમ છતાં કેટલાક ઉમેદવારોને લઇને બેઠકમાં ચર્ચા કરાશે. ઉમેદવારોની યાદીને લઇને મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરાશે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ત્રણ કૉંગ્રેસી આગેવાનોને સોંપાઈ છે.
આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્લીમાં હાઇકમાન્ડને મળ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહીલ, પ્રભારી અશોક ગેહલોતની હાઇકમાન્ડ સાથે બેઠક કરી રહ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસની રણનીતિને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. કોંગ્રેસે 3 ઓક્ટોબરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની વાત કરી હતી.
ચૂંટણીમાં કૉંગ્રેસએ પાટીદારોને ટિકિટ ફાળવશે જેઓની અન્ય સમાજમાં પણ સ્વીકૃતિ હોય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદાર ધારાસભ્યો જીતુ વાઘાણી, નીતિન પટેલ, ચીમન સાપરીયા, વલ્લભ કાકડિયા સામે પાટીદાર ઉમેદવાર ઉતરવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.
કમિટીમાં નક્કી કરાયું છે કે, જેમનું નામ પેનલોમાં ગયુ છે અને સર્વેમાં આવ્યું છે તેમને ટિકીટ આપાશે. પાટીદારોને ટિકિટ ફાળવતાં પહેલા આંદોલનકારીઓ અને પાટીદારોના સામાજિક નેતાઓને વિશ્વાસમાં લેવાશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે અમદાવાદ અને સુરત શહેરની કેટલી બેઠક પર પાટીદારોને સ્થાન અપાશે.
અમદાવાદઃ દિલ્લીમાં કૉંગ્રેસની બેઠકને લઈ એબીપી અસ્મિતા પાસે એક્સકલૂઝિવ જાણકારી આવી છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં પાટીદારોને કેટલી બેઠક આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, જીતની શક્યતાવાળા પાટીદારોને ટિકિટ ફાળવવામાં આવશે. એટલું જ નહીં, ભાજપના પાટીદાર ધારાસભ્યોને પછાડવા પણ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી કાઢી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -