‘15 કરોડ આપો નહીં તો હાર્દિકને કહી તમારી CD બહાર પાડીશ’, કયા પાટીદારે આપી આ ધમકી, જાણો વિગતે
ખાનગી CDમાં શું છે/ તેવો સવાલ પોલીસને પણ સતાવી રહ્યો છે. સોલા પોલીસનું કહેવું છે કે, પકડાયેલા કેતુલ વ્યાસને તો ‘પૈસાની ઉઘરાણી’ માટે જવાનું હોવાની વાત જ કરવામાં આવી હતી. બિલ્ડરને પણ ખાનગી CDમાં શું છે/ તેનો ફોડ ૧૫ કરોડ રૂપિયા માગતા પ્રકાશ પટેલે કહ્યું નહોતું. હવે, પ્રકાશ પટેલ પકડાશે તે પછી જ તેની પાસે ખરેખર CD છે કે નહીં/ CD છે તો તેમાં શું છે/ વગેરે બાબતો સ્પષ્ટ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, પ્રકાશે વાસુદેવભાઈની ઓફિસે આવી ધમકી આપી હતી કે, ‘જો પૈસા નહીં આપો તો જોયા જેવી થશે. હું હાર્દિક પટેલનો માણસ છું, તમને બદનામ કરી દઈશ. સાંજના સાડા સાત સુધીમાં જવાબ આપો.’ તેવી ધમકી આપીને વાસુદેવભાઈની ઓફિસેથી પ્રકાશ પટેલ જતો રહ્યો હતો. આ પછી વાસુદેવભાઈએ ફોન નહીં ઉપાડતાં બીજા દિવસે પ્રકાશ પટેલ બે શખ્સોને લઈને આવ્યો હતો અને ચપ્પા જેવું તિક્ષ્ણ હથિયાર કાઢી ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે.
આ પછી દિવાળીના સમયગાળામાં ઓફિસે પોતાના માણસો સાથે આવેલા પ્રકાશ પટેલની ધમકીને તાબે વાસુદેવભાઈ થયા નહોતા. તા. ૩ના રોજ ફરી વખત માણસો સાથે પ્રકાશ પટેલ ઓફિસે આવ્યો હતો. આ સમયે વાસુદેવભાઈના પુત્ર ધર્મેશભાઈ આવી જતાં પ્રકાશ અને તેનો માણસ ભાગ્યા હતા. પણ, એક માણસ પકડાઈ ગયો હતો. પેથાપુરમાં રહેતા કેતુલ રમેશભાઈ વ્યાસને સોલા પોલીસમાં રજૂ કરી ફરિયાદ નોંધાવાઈ છે. સોલા PI જે.એસ. પટેલે કહ્યું કે, પ્રકાશ પટેલની શોધખોળ ચાલુ છે. પ્રકાશ પકડાયા પછી તમામ તથ્યો સ્પષ્ટ થશે.
પ્રકાશે જણાવ્યું હતું કે, ‘મારી પાસે તમારી ગુપ્ત વિગતોની CD છે. જે CD હું બજારમાં ફરતી કરવાનો છું. CD બજારમાં ફરતી ન કરવી હોય તો મને 15 કરોડ આપી દો.’ વાસુદેવભાઈએ પૈસા આપવાની ના પાડતાં પ્રકાશે કહ્યું હતું કે, ‘જો પૈસા નહીં આપો તો હું હાર્દિક પટેલને કહી તમારી ગુપ્ત વિગતોની CD બજારમાં ફરતી કરી દઈશ.’
નારણપુરામાં રહેતા 75 વર્ષના પાટીદાર આગેવાન અને સહજાનંદ ડેવલોપર્સવાળા ધર્મેશ પટેલના પિતા વાસુદેવભાઈ લવજીભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલનમાં કાર્યકરો-સરકાર વચ્ચે સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા. વાસુદેવભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પચ્ચીસેક દિવસ પહેલાં તેમના મોબાઈલ ફોન ઉપર PAAS કાર્યકર પ્રકાશ પટેલ (ગાંધીનગર)નો ફોન આવ્યો હતો.
અમદાવાદ: ‘15 કરોડ આપો નહીં તો હાર્દિક પટેલને કહી તમારી ખાનગી CD બહાર પાડીશ.’ ઊંઝા ઉમિયા માતા સંસ્થાનમાં શિક્ષણ સહાયનિધિ ચેરમેન અને બિલ્ડર વાસુદેવભાઈ પટેલની PAAS કાર્યકર પ્રકાશ પટેલ સામે સોલા પોલીસ FIR નોંધાવી છે. સોલા પોલીસે પ્રકાશ પટેલની સાથે આવેલા કેતુલ વ્યાસ નામના શખ્સની ધરપકડ કરી છે. PAAS કાર્યકર મનાતો ગાંધીનગરનો પ્રકાશ પટેલ પકડાયા પછી CD અને ખંડણી કેસના તથ્યો સ્પષ્ટ થશે. ચૂંટણી સમયે ૧૫ કરોડ વસુલવા CDકાંડની ઘટનાએ ચર્ચા જગાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -