પદ્માવતઃ ગુજરાત સહિત 4 રાજ્યો વિરુદ્ધ સુપ્રીમમાં કન્ટેમ્પ્ટનો કેસ દાખલ
પદ્માવત વિવાદ મામલે કોંગ્રેસ સમર્થક તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં આ ચારેય રાજ્યો વિરુદ્ધ આદેશની અવગણનાની મામલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે પણ આ અરજી સ્વીકારી લીધી છે અને સોમવારે આ મામલે સુનાવણી થશે. આદેશની અવગણનાની અરજી રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને મધ્ય પ્રદેશ સામે કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે પદ્માવતને રિલીઝ થવા દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, પણ કરણી સેનાના વિરોધની વચ્ચે ચાર રાજ્યોમાં રિલીઝ કરાઇ નથી. જેને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
દેશમાં કરણી સેનાના આતંકને લઇને હવે કરણી સેના પ્રમુખ પર તવાઇ આવી શકે છે. કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ હિંસામાં તેમના સંગઠનનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે આ માટે ડિરેક્ટર સંજય લીલા ભણશાલીને જ જવાબદાર ગણાવ્યા છે. કાલવીએ ધમકી આપી છે કે, ફિલ્મને રોકવા માટે જનતા કર્ફ્યૂ લગાવશે. ગોળીબાર થઈ શકે છે.
દેશભરમાં લગભગ 7000 સ્ક્રીન પર ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવામાં આવી હતી, જોકે, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ ફિલ્મ રિલીઝ કરવામાં નહીં. જેને હવે કોર્ટમાં પડકારાયો છે.
સિનેમાઘરના માલિક અને સંગઠન મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મ ન બતાવવાની માગણી કરી છે. ફિલ્મના વિરોધમાં બુધવારે મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને મહારાષ્ટ્રમાં ઉગ્ર પ્રદર્શન, આગ ચાંપવાના બનાવો, તોડફોડ અને ચક્કાજામ કરવામાં આવ્યા હતા.
વિરોધને લઇને ગુજરાત અને હરિયાણામાં પ્રદર્શન કરનારાઓએ ટાયર બાળીને હાઈવે જામ કર્યો. તકેદારીના ભાગરૂપે ગુડગાંવ અને ચંદીગઢ સહિત હરિયાણાના 4 શહેરોમાં કલમ 144 લગાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -