જીતુ વાઘાણી-વરૂણ પટેલની વધી શકે છે મુશ્કેલી, નરેન્દ્ર પટેલની ફરિયાદ કોર્ટે સ્વીકારી
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ આવીને 10 લાખ રૂપિયા બતાવ્યા હતા. અને ભાજપ પર પાટીદારોની ખરીદીના આરોપ લગાવ્યા હતા. તે સમયે નરેન્દ્રએ કહ્યું હતું કે, હું આ રૂપિયા મહેસાણા શહિદોને અર્પણ કરીશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, વરૂણ પટેલ મને જીતુ વાધાણીના ઘરે લઇ ગયો હતો અને કમલમ ખાતે મને લઇ જઇ 1 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીના 90 લાખ પછી આપવાની વાત કરવામાં આવી હતી.
બાદમાં મને અડાલજ ખાતેની ભાજપ પ્રદેશ કાર્યાલયમાં ગયા હતા. જ્યાં ભરત પંડ્યા અને ઋત્વિજ પટેલ પણ હાજર હતા. ત્યારબાદ વરૂણ પટેલે મારો મોબાઈલ આંચકી લીધો હતો. મને જીતુ વાઘાણીએ ભાજપમાં જોડાવવા 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. મેં રૂપિયા લેવાની ના પાડતા જીતુ વાઘાણીએ ગર્ભીત ધમકી આપતા કહ્યું કે ભાજપ સિવાય તમારો ઉદ્ધાર નથી. જો મારી વાત નહીં માનો તો અમે અનેક કેસોમાં ફસાવી જેલમાં બંધ કરાવી દઈશું.
નરેન્દ્રએ જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવવા માટે વરૂણ પટેલે 22 ઓક્ટોબરે ફોન કરીને મને બોલાવ્યો હતો. ઉત્તર ગુજરાતના તમામ પાસ કન્વિનરોને આંદોલન પડતું મૂકીને ભાજપમાં જોડાવવા માટે કરોડો રૂપિયાનો ઓફર કરી હતી. ત્યારબાદ મને ગાંધીનગરના એક ઘરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં જીતું વાઘાણી પહેલાથી હાજર હતા. જીતુ વાઘાણીએ મને કહ્યું કે તમને પાસમાં શું મળશે. અમે તમને ઘણું અપાવીશું. તમે ભાજપમાં જોડાઈ જાવ.
પોતાની ફરિયાદમાં નરેન્દ્રએ જણાવ્યું હતું કે, અનામત આંદોલનને તોડી પાડવા માટે આરોપીઓએ અમને 1 કરોડની લાલચ આપી હતી. તે પૈકી મને વરૂણ પટેલે મને 10 લાખ ટોકન પેટે આપ્યા હતા. નરેન્દ્રએ આરોપીમાં વરૂણ પટેલ, જીતુ વાઘાણી, ઋત્વિજ પટેલ, ભરત પંડ્યાનો ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર નરેંદ્ર પટેલની ફરિયાદ ગાંધીનગર કોર્ટે સ્વીકારી છે. કોર્ટે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. કોર્ટે કહ્યું કે ફરિયાદીએ કોઈ વિશેષ પુરાવા રજૂ કરવા હોય તો 3 નવેમ્બર સુધીના સમયગાળામાં કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -