બીજા તબક્કામાં 14 જિલ્લામાં યોજાશે ચૂંટણી, જાણો કયા જિલ્લામાં કેટલી સીટો પર થશે મતદાન?
વડોદરા જિલ્લામાં સાવલી, વાઘોડિયા(એસસી), ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા અને કરજણ એમ 10 બેઠકો જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં છોટા ઉદેપુર(એસટી), જેતપુર(એસટી) અને સંખેડા(એસટી) એમ 3 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. નવ અને 14 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જ્યારે 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. આવો જાણીએ કયા જિલ્લાની કેટલી સીટો પર મતદાન થશે.
અમદાવાદની 21 બેઠકો પર 14 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેમાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ધોળકા, ધંધુકા બેઠકનો સમાવેશ થાય છે.
ખેડા જિલ્લામાં માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ 6 બેઠકો, મહીસાગર જિલ્લામાં બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર(એસટી) સહિત 3 બેઠકો, પંચમહાલ જિલ્લામાં શહેરા, મોરવા હડફ(એસટી), ગોધરા, કાલોલ અને હાલોલ એમ 5 બેઠકો, દાહોદ જિલ્લામાં ફતેપુરા(એસટી), ઝાલોદ(એસટી), લિમખેડા(એસટી), દાહોદ(એસટી), ગરબાડા(એસટી) અને દેવગઢબારિયા એમ 6 બેઠકો પર 14 ડિસેમ્બરના રોજ મતદાન થશે.
અરવલ્લી જિલ્લામાં ભિલોડા(એસટી), મોડાસા અને બાયડ એમ 3 બેઠકો ગાંધીનગર જિલ્લામાં દહેગામ, ગાંધીનગર સાઉથ, ગાંધીનગર નોર્થ, માણસા અને કલોલ એમ 5 બેઠકો જ્યારે આણંદ જિલ્લામાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા એમ 7 બેઠકો પર મતદાન થશે.
બનાસકાંઠાની વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડિસા, દિયોદર, કાંકરેજ એમ નવ બેઠક પર મતદાન યોજાશે. પાટણની રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે.મહેસાણા જિલ્લામાં ખેરાલુ,ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી(એસસી), મહેસાણા અને વિજાપુર એમ 7 બેઠકો અને સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર(એસસી), ખેડબ્રહ્મા(એસટી) અને પ્રાંતિજ એમ 4 બેઠકો પર મતદાન યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -