પહેલા તબક્કામાં 19 જિલ્લામાં યોજાશે ચૂંટણી, જાણો કયા જિલ્લામાં કેટલી સીટો પર થશે મતદાન?
બોટાદ જિલ્લામાં ગઢડા (એસસી) અને બોટાદ એમ 2 બેઠકો, નર્મદા જિલ્લામાં નાંદોડ (એસટી) અને ડેડિયાપાડા (એસટી) એમ 2 બેઠકો, ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, ઝઘડિયા (એસટી), ભરૂચ અને અંકલેશ્વર એમ 5 બેઠકો, સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોલ(એસટી), માંડવી(એસટી), કામરેજ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કારંજ, લિબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત વેસ્ટ, ચૌર્યાસી, બારડોલી(એસસી) અને મહુવા(એસટી) એમ 16 બેઠકો પર ચૂંટણી યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ 2 બેઠકો, ડાંગ જિલ્લામાં ડાંગ(એસટી) એકમાત્ર બેઠક, નવસારી જિલ્લામાં જલાલપોર, નવસારી, ગણદેવી(એસટી) અને વાંસદા(એસટી) એમ 4 બેઠકો અને વલસાડ જિલ્લામાં ધરમપુર(એસટી), વલસાડ, પારડી, કપરાડા(એસટી) અને ઉમરગામ(એસટી) એમ 5 બેઠકો પર ચૂંટણી યોજાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા અને દ્વારકા એમ 2 બેઠકો, પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા એમ 2 બેઠકો, જૂનાગઢ જિલ્લામાં માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ એમ 5 બેઠકો ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ, તાલાલા, કોડીનાર(એસસી) અને ઉના એમ 4 બેઠકો, અમરેલી જિલ્લામાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા એમ 5 બેઠકો અને ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર રૂરલ, ભાવનગર ઈસ્ટ અને ભાવનગર વેસ્ટ એમ 7 બેઠકો પર ચૂંટણી યોજાશે.
કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ(એસસી) અને રાપર એમ 6 બેઠક, સુરેન્દ્રનગરની દસાડા(એસસી), લિંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગ્રધા એમ 5 બેઠક, મોરબી જિલ્લામાં ટંકારા, મોરબી અને વાંકાનેર એમ 3 બેઠકો, રાજકોટ જિલ્લામાં રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રૂરલ(એસસી), જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ 8 બેઠકો અને જામનગર જિલ્લામાં કાલાવડ(એસસી), જામનગર રૂરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર એમ 5 બેઠકો પર ચૂંટણી યોજાશે.
અમદાવાદઃ આજે કન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં નવ અને 14 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. જ્યારે તેનું પરિણામ 18મી ડિસેમ્બરે આવવાનું છે. પહેલા તબક્કામાં 19 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થવાનું છે. આવો જાણીએ કયા જિલ્લાની કેટલી સીટો પર થશે મતદાન.
- - - - - - - - - Advertisement - - - - - - - - -