અમદાવાદની દીકરીએ ભણવા માટે માંડ્યો જંગ, પરિવારે આપેલી પીડા જોઇ હૃદયકંપી ઉઠશે
તેના પરિવારે પગમા પણ ડામ આપ્યા છે. પરિવારના અત્યાચારથી કંટાળીને ટવીન્કલે ઘર છોડવું પડ્યું અને ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે, પરંતુ પોલીસ ફરિયાદ લેવાનો ઈન્કાર કરતી હોવાથી નિરાશ થયેલી ટ્વીન્કલે ગૃહમંત્રીને અરજી કરીને પોલીસની ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ સરકાર દીકરી બચાવો અને દીકરી ભણાવવાની જાહેરાત કરે છે, પણ અમદાવાદની એક દીકરી ભણવા માટે પોતાના પરિવાર સાથે લડી રહી છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી પરિવારે દીકરીને ન ભણાવવા તેના પગમા ડામ આપ્યા. ત્યારે હવે દીકરીએ ન્યાય મેળવા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા, પણ પોલીસ ફરિયાદ લેવાના બદલે પારિવારીક સમસ્યાથી મુંઝવણમા મુકાઈ છે.
સરકાર જ્યારે બેટી બચાવો અને ભણાવોની વાતો કરતી હોય છે ત્યારે એક દીકરી ભણવા માટે ન્યાયની ગુહાર લગાવી રહી છે. પોલીસ કહે છે કે પારિવારિક ઝઘડાના કારણે આક્ષેપો થઈ રહ્યા છે, પણ ટવીન્કલના પગના ડામ અનેક સવાલો ઉઠાવે છે. હાલ તો ટ્વીન્કલ ઘર વિહોણી છે જેથી તેને સુરક્ષા મળે તેવી માંગ કરી છે અને જે તેની સાથે થયું તેવી કોઈ અન્ય દીકરી સાથે ના થાય માટે ન્યાયની અપીલ કરી રહી છે.
ટ્વીન્કલનો પરિવાર ગરીબ છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેના ભણાવી શકતો નથી. ટ્વીન્કલ નોકરી કરીને પોતાનો અભ્યાસ કરી રહી છે. તેમ છતાં પરિવાર તેનો વિરોધ કરી રહ્યો હોવાનો ટવીન્કલે આક્ષેપ કર્યો છે. પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના આક્ષેપને લઈને એબીપી અસ્મિતાની ટીમે પોલીસ સ્ટેશનનો સપર્ક કર્યો તો પોલીસ પારિવારિક સમસ્યાની મુંઝવણમા ફસાઈ.
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહેલી આ યુવતી છે ટ્વીન્કલ ચાવડા. ટ્વીન્કલનો આક્ષેપ છે કે તેનો પરિવાર તેને ભણાવવા માંગતો નથી અને પોલીસ પણ તેની ફરિયાદ લેતી નથી. ટ્વીન્કલને પરિવારના અત્યાચારના કારણે અભ્યાસ છોડવો પડયો. કારણ કે તેનો પરિવાર ટ્વીન્કલના ભણતરનો વિરોધી છે. આ શબ્દો અને પીડા ટવીન્કલની છે.
પોલીસે ટ્વીન્કલની અરજી લઈને તપાસ કરી તો આક્ષેપો ખોટા હોવાનું પોલીસ કહી રહી છે. એક વર્ષ પહેલાં ભાઈનાં લગ્ન થતાં ભાભી ઘરે આવતાં ટ્વીન્કલ ભાઈનો પ્રેમ વહેંચાઈ જતાં સ્વીકારી નહીં શકી હોવાથી પરિવાર પર આક્ષેપો કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -