આ શહેરના વાહનચાલકો માટે ખુશખબર, પોલીસ હવે નહીં આપે ઇ-મેમો, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jan 2018 06:25 PM (IST)
1
સરકારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નહીં ઇ-મેમો ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આગામી ચાર મહિનામાં આ મહાનગરોમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મળતી વિગતો અનુસાર, કેટલીક વખત નિયમોનો ભંગ નહીં કરનારને પણ ઇ મેમો મળતા હોવાની ફરિયાદો મુખ્યમંત્રીને મળી હતી. લોકોને પડતી હાલાકી બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિર્ણય લીધો હતો.
3
ગાંધીનગરઃ પોલીસ દ્ધારા અપાતા આડેધડ ઇ-મેમોથી પરેશાન લોકોને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના ત્રણ મહાનગરોમાં હાલમાં સીસીટીવી જનરેટેડ ઇ મેમો આપવામાં નહી આવે તેવો સરકારે નિર્ણય લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -