દલિત MLAના સન્માન સમારંભમાં કોંગ્રેસી ધારાસભ્યે શું કહ્યું કે, ભાજપના ધારાસભ્યોએ ચાલતી પકડી?
નૌશાદ સોલંકીએ લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે, રાજ્યમાં હાલમાં દલિતોની સ્થિતિ દયનીય છે અને તેમને ભારે હાલાકી પડી રહી છે. આ સાંભળી ઉશ્કેરાઇ ગયેલા ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી (કડી) અને પ્રદીપ પરમાર (અસારવા)એ ચાલુ કાર્યક્રમે સ્ટેજ છોડી ચાલતી પકડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ટાઉન હોલ ખાતે, ઉર્વશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિના ચૂંટાયેલા 13 ધારાસભ્યોનો સન્માન કાર્યકર્મ રાખવામાં આવેલો. જેમાં અનુસૂચિત જાતિની સ્થિતિ વિશે વાત કરતાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીના ભાષણથી ભાજપના બે ધારાસભ્યો નારાજ થયા હતા અને તેઓ કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા.
જોકે, જીગ્નેશ મેવાણી (વડગામ), નૌશાદ સોલંકી (દસાડા) અને પ્રવીણભાઈ મારુ(ગઢડા) મંચ પર હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -