અર્જુન મોઢવાડિયાના EVMમાં છેડછાડનો આક્ષેપ પછી ચૂંટણીપંચે આપ્યો તપાસનો આદેશ
ઉપરાંત કોંગ્રેસે ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. મતદાન મથક પાસે સૂત્રોચ્ચાર કરતાં બાબુ બોખીરિયા સામે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, આજ સવારથી જ ઇવીએમ ખોટકાવાની કેટલીય જગ્યાએથી ફરિયાદ મળી હતી. જ્યારે અર્જુન મોઢવાડિયાએ ગરબડીનો આક્ષેપ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું આજે મતદાન થઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને પોરબંદરના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઇવીએમમાં છેડછાડનો આક્ષેપ લગાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે, ઇવીએમ સાથે વાઇફાઇ કનેક્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અર્જુન મોઢવાડિયા પોરબંદરથી કોંગ્રસના ઉમેદવાર છે. તેમના આક્ષેપ પછી ચૂંટણીપંચે તપાસના આદેશ આપ્યા છે.
EVM સાથે ગડબડીના અર્જુન મોઢવાડિયાના આક્ષેપ બાદ ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને તપાસના આદેશ આપ્યા છે. EVMને વાઇફાઇ સાથે કનેક્ટ કરાયાનો મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -