નાણામંત્રી અરૂણ જેટલી આજે દત્તક લીધેલા ગામની લેશે મુલાકાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2017 07:23 AM (IST)
1
આખો દિવસ તેઓ કરનાળી ખાતે જ ગાળશે અને સાંજે બેંગાલુરુ ખાતે જવા રવાના થશે. ગઈકાલે મોડી સાંજે તેઓ વડોદરા એયરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપનાં કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સાથે જ આ વિસ્તારમાં વિકાસના કામોના ખાત મુહૂર્ત કરશે. સવારે કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરનાં દર્શન કરશે. તો, ચાણોદ આવેલા મલહાર ઘાટની પૂજા પણ કરશે. અહીં તેઓ જાહેર સભાને પણ સંબોધશે. અને ચાણોદ-માંડવી રોડનું ભૂમિ પૂજન પણ કરશે.
3
અમદાવાદ: કેંદ્રીય નાણામંત્રી અરૂણ જેટલી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. આજે તેઓ પોતે દત્તક લીધેલા ગામ કરનાળીની મુલાકાત લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -