અમદાવાદઃ ઇસરોમાં લાગી ભીષણ આગ, 10 ફાયર ફાઇટર-ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
અમદાવાદઃ શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલા ઈસરો સંકુલમાં ભીષણ આગ લાગી છે. ઇસરો સંકુલની 37 નંબરની બિલ્ડિગમાં આગ લાગી છે. જોકે, આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી અંદર જવાની મંજૂરી નથી. જોકે, આગ ખૂબ ભીષણ છે. હાલ, 10 ફાયર ફાઇટર અને ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1972માં વિવિધ કેન્દ્રોનું એકીકરણ કરી સ્પેશ એપ્લિકેશન સેન્ટરની સ્થાપના કરાઈ. દેશનો સૌ પ્રથમ કોમ્યુનિકેશન સેટેલાઈટ એપલની ડિઝાઈન સ્પેસ એપ્લિકેશ સેન્ટરમાં બની હતી. ઈન્સેટ સીરીઝના તમામ સેટેલાઈટનું ડિઝાઈનીંગ કામ સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે અમદાવાદમાં થયું હતું.
હાલ, આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જોકે, આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી. અમદાવાદમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંકુલમાં આગ લાગી છે. નોંધનીય છે કે, ઇસરો ભારતના અવકાશી કાર્યક્રમની સંસ્થા છે, જેનું પૂરું નામ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન છે.
ઈસરોમાં સૌથી વધુ મહત્વના સેન્ટર્સ પૈકીનું એક અમદાવાદનું સ્પેશ એપ્લિકેશન સેન્ટર છે. ડૉ. વિક્રમ સારાભાઈએ 1966માં અમદાવાદમાં સંસ્થાની સ્થાપના કરી હતી. સેટેલાઈટ કોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટીંગ, નેવિગેશન, ડિઝાસ્ટર મોનિટરીંગ, ઓસનોગ્રાફી સહિતના કાર્યક્રમો પર સંશોધન થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -