કોંગ્રેસે મણિનગરમાંથી IIM, USની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલી 34 વર્ષની યુવતીને આપી ટિકિટ, જાણો વિગત
અમદાવાદઃ કોંગ્રેસે તેના 76 ઉમેદવારોની રવિવારે રાત્રે જાહેર કરેલી યાદીમાં મણિનગર બેઠક પરથી શ્વેતા કલા બ્રહ્મભટ્ટ નામનાં યુવા ઉમેદવારને ટિકિટ આપી છે. શ્વેતા કલા ઉમેદવારનું નામ કોંગ્રેસમાં પણ બહુ ઓછાં લોકોએ સાંભળ્યું છે તેથી તેમનું નામ સાંભળીને ઘણાંને આંચકો લાગેલો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતા કલા બ્રહ્મભટ્ટ એકદમ ગ્લેમરસ દેખાય છે તેથી એવી વાતો ચાલેલી કે શ્વેતા મોડલ છે. જો કે શ્વેતા મોડલ નથી પણ સમાજસેવા સાથે સંકળાયેલાં છે.
જો કે શ્વેતાનો બાયો-ડેટા જોયા પછી બધા અત્યંત પ્રભાવિત થઈ જાય એવી હાલત છે. શ્વેતા જેટલી શિક્ષિત અને તેજસ્વી કારકિર્દી ધરાવતી મહિલા ઉમેદવાર ગુજરાતમાં બહુ ઓછાં ઉમેદવારો પાસે હશે.
શ્વેતાએ અમેરિકાની જગવિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ડીઝાઈન રીસર્ચ ખાતે આવેલા વેન્ચર સ્ટુડિયોમાંથી એન્ટરપ્રીન્યોરશીપનો અભ્યાસ કર્યો છે.
માત્ર 34 વર્ષની શ્વેતા બ્રહ્મભટ્ટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), બેંગલોરમાં અભ્યાસ કર્યો છે. શ્વેતાએ આઈઆઈએમમાંથી પોલિટિકલ લીડરશીપ અને ગવર્નન્સમાં અભ્યાસ કર્યો છે.
શ્વેતાએ અગાઉ એચએસબીસી જેવી ઈન્ટરનેશનલ બેંક ખાતે ફાયનાન્સિયલ પ્લાનિંગ મેનેજર તરીકે કામ કરેલું. દારાશો ખાતે ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પણ તેમણે કામ કર્યું છે.
શ્વેતાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનસ્ટરની વેસ્ટમિનસ્ટર બિઝનેસ સ્કૂલ ખાતે ઈન્ટરનેશનલ ફાયનાન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે અને તેનો અભ્યાસ કર્યો છે.
અમદાવાદની કે.એસ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાંથી બેચલરની ડીગ્રી મેળવનારાં શ્વેતા બ્રહ્મભટ્ટે પ્રાથમિક શિક્ષણ અમદાવાદની રચના સ્કૂલમાંથી લીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -