ગુજરાતનાં નવાં ઈન્ચાર્જ પોલીસ વડા પદે થઈ ગીથા જોહરીની નિમણૂક
ગાંધીનગરઃ ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા (ડીજીપી) પી.પી. પાંડેના સ્થાને ગીથા જોહરીને ગુજરાતનાં ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે નિમવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટમાં જુલિયો ફ્રાંસિસ રીબેરોએ પાંડેને તેમના સ્થાનેથી હટાવવા કરેલી અરજીના પગલે પાંડેએ સામેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીથા જોહરી 1982ની બેચનાં આઈપીએસ અધિકારી છે અને હાલમાં પોલીસ આવાસ નિગમનાં ડિરેક્ટર છે. જાડેજાએ એ સ્પષ્ટતા પણ કરી છે કે પોલીસ નિગમનો હવાલો તેમની પાસે જ રહેશે. એ સિવાય વધારાનો હવાલો તેમને સોંપાયો છે. ગીથા જોહરી ગુજરાતનાં પહેલાં મહિલા ઈન્ચાર્જ પોલીસ ચીફ છે.
ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીથા જોહરીને નવા પોલીસ વડા તરીકે નિમવાનો નિર્ણય લીધો છે. ગીથા જોહરી ગુજરાતનાં પહેલાં મહિલા આઈપીએસ અધિકારી છે અને હાલમાં સીનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી છે.
પાંડેએ આ ઈચ્છા પ્રમાણે પોતાનું રાજીનામું ગઈ કાલે ધરી દીધું હતું. ગઈ કાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા પોલીસ વડા નિમવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગીથા જોહરીના નામની ચર્ચા કરાઈ પછી તેમના નામ પર મંજૂરીની મહોર મરાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -