અમદાવાદઃ બે સગીરા પર બળાત્કાર ગુજારી કરી હત્યા, માતાએ હાઈકોર્ટમાં પોલીસની તપાસ સામે શું કર્યા આક્ષેપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2017 11:06 AM (IST)
1
સગીરાની માતાએ પોલીસની નબળી તપાસ સામે સવાલો ઉઠાવી પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. 2015માં બનેલા બનાવમાં 2017માં ચાર્જશીટ કરવા બદલ તેમજ બળાત્કાર અને હત્યાના ગુનાની જગ્યાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ નોંધવા બદલ પોલીસ સામે કાર્યવાહીની કરી માંગ કરી છે. નિષ્પક્ષ તપાસ સંસ્થાને તપાસ સોંપવા પણ કરી માગ કરી છે. થોડીવારમાં સુનાવણી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદ: રખિયાલમાં બે સગીરાઓ પર સામુહિક બળાત્કાર કરી તેમને મોતને ઘાટ ઉતારીને સાબરમતી નદીમાં નાખી દેવા અંગેનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. સગીરાઓની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરીને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -