અમદાવાદઃ મોલમાં નોકરી કરતી યુવતીને રીક્ષા ચાલક સાથે થયું લફરું ને કર્યા લગ્ન, પછી શું થયું?
પોતે છેતરાઇ હોવાનું જણાતાં યુવતીએ ઘરમાં વાત કરતા તેના પરિવારે તેને સમજાવી ડિવોર્સ લેવડાવી લીધા હતા. જોકે, છૂડાછેડા પછી પણ યુવકે તેને છંછંડવાનું ચાલુ રાખ્યું. છુટાછેડા બાદ પણ યુવકે વોટ્સએપના ડીપીમાં યુવતી સાથેના લગ્નનો ફોટો રાખ્યો હતો. જેથી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને સઘળી હકીકતથી વાકેફ કરી. પોલીસે તપાસ બાદ અંતે યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રમાણે બન્નેએ એકબીજાના ઘરે જાણ કર્યા વગર નવેમ્બર ૨૦૧૭માં લગ્ન કરી લીધા. તેમ છતાં યુવક પૈસાની વ્યવસ્થા તો કરી જ ન શક્યો. ડિવોર્સ માટે પણ યુવતી પાસે પાંચ હજાર માંગ્યા. આથી યુવતીએ દસ જ દિવસ બાદ પોતાને હેરાન ન કરે એવી શરતે તેની સાથે છુટાછેડા લઈ લીધા.
મોટી રકમ યુવકને આપી દીધા પછી યુવતીએ પૈસા પરત માંગવાનું શરું કરતાં યુવકે પૈસા નથી કહીને ઈન્કાર કરી દીધો. યુવતી પૈસાની માંગણી કરવા લાગતા યુવકે અંતે એક તરકટ રચ્યું અને યુવતીને એક પાર્ટી મને એક લાખ રૂપિયા આપવા તૈયાર છે પણ મેરેજનું સર્ટિફિકેટ હોય તો જ તે પૈસા આપશે,તેમ જણાવ્યું હતું. જેથી પૈસા પરત મેળવવા યુવતીએ લગ્ન બાદ તરત ડિવોર્સ લઈ લેવા એવી ગોઠવણ યુવક સાથે કરી.
મોલમાં નોકરી કરતી સ્વરૂપવાન યુવતી કોટ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકના પ્રેમમાં પડી હતી. યુવકે પ્રેમિકાને લલચાવીને એક લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. યુવતીએ પૈસા પરત માગતા યુવકે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો અને લગ્ન પછી પૈસા પરત કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ તેની સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન પછી યુવતીને પછતાવું પડ્યું હતું. કારણ કે આ આખું તરકટ સાબિત થયું હતું અને મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ યુવક લાંભા વિસ્તારમાં રહેતો હતો ત્યારે પડોશમાં રહેતી આ યુવતી તેના સંપર્કમાં આવી હતી. બાદમાં યુવકે પ્રેમનું નાટક કરી ધીમે ધીમે તેની પાસેથી પૈસા પડાવવાનું શરું કર્યું હતું. યુવકે યુવતી પાસેથી અંદાજે એક લાખ રૃપિયા ખંખેરી લીધા હતા.
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર ખાતેના મોલમાં નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી રીક્ષા ચાલક યુવકે એક લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પોલીસમાં પહોંચી છે. યુવકે એક લાખ રૂપિયા પરત જોઇતા હોય તો લગ્ન કરવાની શરત મૂકી હતી. જોકે, લગ્ન પછી પણ રૂપિયા પરત ન આપતાં યુવતીએ છૂટાછેડા લઈ યુવતી વસ્ત્રાપુર પોલીસ પાસે પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -