અમદાવાદમાં 'પદ્માવત'ના વિરોધના નામે ગુંડાગીરી, જાણો ક્યાં ક્યાં તોડફોડ-આગ લગાડાઈ, કેટલાં વાહનો સળગાવાયાં ?
આ અંગે ડો. અમર પટેલે જણાવ્યું હતું કે, તેમની એમ્બુલન્સ દર્દીને લઇ જવાની તૈયારી કરી રહી હતી કે ટોળાએ તેમાં તોડફોડ કરતા દર્દીને હોસ્પિટલમાં જ સારવાર આપવી પડી હતી. દરમિયાન ટોળાએ હિમાલયા મોલમાં બે એટીએમમાં તોડફોડ કરી હતી. થલતેજથી ગુરુકુળ તરફનો દોઢ કિલોમીટર સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાલયા મોલમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ગુંડાઓને રોકવા માટે પોલીસે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં ગુંડાઓએ હિમાલયા મોલની બાજુમાં પાર્ક કરેલી એમ્બુલન્સને પણ છોડી નહોતી. ટોળાએ એમ્બુલન્સના કાચ તોડી નાખ્યા હતા.
ગુંડાઓએ તોફાન મચાવતા નિર્દોષ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં તોફાની તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવાને કારણે સરકાર પર લોકો ગુસ્સે થયા હતા. સરકાર આવા તત્વોને છાવરતી હોવાનો પણ અનેક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે.
અગાઉ રાજપૂત સમાજે ઈસ્કોનથી પદ્માવત ફિલ્મના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. શાંતિપૂર્વક નીકળેલી આ રેલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. થલતેજ ચાર રસ્તા સુધી ભારે ચક્કાજામ કરી ધામધમકીથી દુકાનો બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. બુકાનીધારી ગુંડાઓએ થલતેજ, હિમાલયા મોલ, આલ્ફા વન, ગુલમહોર સહિતના અનેક મોલ પર જઇ તોડફોડ કરી હતી અને 50થી વધુ વાહનોને આગ પાંચી હતી.
આલ્ફા વન મોલ પાસે પણ ગુંડાઓએ બાઈક, એક્ટિવા સહિત એક ડઝન જેટલા ટુ-વ્હીલર સળગાવ્યાં હતાં. આ ઘટનાને પગલે આલ્ફા વન મોલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આલ્ફા વન મોલમાં આવેલ તમામ સ્ટોર્સના શટર પાડી દેવાયા હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે કહ્યું કે, ‘નાગરિકોના વાહનોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે ગુનો દાખલ કરાશે. ’
હિમાલયના મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ડોમિનોઝ પીઝા અને મેકડોનાલ્ડ, મોબાઈલ શોપ સહિતની દુકાનોના કાચ તોડી ડોમિનોઝ પીઝા અને મેકડોનાલ્ડના સ્ટાફના 50 વાહનોને સળગાવી દીધાં હતાં.
જોકે, ભારે જહેમત બાદ પોલીસે હિમાલયા મોલ અને આલ્ફા મોલમાં પોલીસે ટોળાને વિખેરી કાઢ્યું હતું અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. લગભગ દોઢ કલાક બાદ આ રોડ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.
અમદાવાદઃ ‘પદ્માવત’ ફિલ્મની રીલિઝને લઇને રાજપૂત સમાજ દ્ધારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે સમગ્ર અમદાવાદમાં હિંસા ફાટી નીકળી હતી. ગુંડાઓએ રીતસર સમગ્ર અમદાવાદને બાનમાં લીધું હતું. ગુલમહોર, એક્રોપોલિસ, હિમાલયા મોલ અને આલ્ફા વન મોલમાં તોડફોડ કરી હતી અને 50થી વધુ વાહનોને આગ ચાંપી હતી. બે હજારથી વધુ લોકોના ટોળાએ મોલની દુકાનોમાં તોડફોડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -