અમદાવાદઃ યુવતીને ઘરમાં રાખી બે વર્ષ સુધી બાંખ્યા સેક્સસંબંધ, યુવકે મારઝૂડ કરતાં શું થયું?
ગત રવિવારે રાત્રે પરેશ અને તેના પિતાએ પ્રિયાને ખૂબ માર માર્યો હતો. આથી સોમવારે સવારે પાંચ વાગ્યે ચાલું વરસાદમાં જ પ્રિયા ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, એક જાગૃત નાગરીકના કારણે 181 મહિલા હેલ્પલાઇન તેની મદદે આવી હતી. તેનું કાઉન્સેલિંગ કરી પરેશ સામે પ્રિયાની મરજીથી નારણપુરા પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાની અરજી કરાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરેશ તેને લગ્ન કરવાનું કહીને અમદાવાદ લાગ્યો હતો. જોકે, તેણે પ્રિયા સાથે લગ્ન કર્યા નહોતા, પરંતુ તે તેને સાથે પત્નીની જેમ તમામ સંબંધો રાખતો હતો. પ્રિયા સાથે તે અવાર-નવાર મારઝૂડ પણ કરતો હતો અને ઘરના તમામ કામ કરાવતો હતો.
અમદાવાદઃ પાલડી વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પ્રિયા પરેશ સાથે છેલ્લા બે વર્ષથી રહે છે. પરેશ તેને ઉત્તર પ્રદેશથી લગ્ન કરવાની લાલચ આપીને અમદાવાદ લાવ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી પ્રિયા સાથે શારીરિક સંબંધો પણ રાખતો હતો, પરંતુ તેણે પ્રિયા સાથે લગ્ન કર્યા નહોતા. એટલું જ નહીં, તે પ્રિયા સાથે મારઝૂડ પણ કરતો હતો. ગત રવિવારે રાતે પ્રવીણ અને તેના પિતાએ મારઝૂડ કરતાં પ્રિયા ઘરેથી નીકળી ગઈ હતી.
મહિલા હેલ્પલાઇન 181 અભયમના કાઉન્સિલર સોનલબહેન અને મહિલા હેડ કોન્સ્ટેબલ સંગીતા પરમારે પ્રિયાનું કાઉન્સેલિંગ કરતાં પ્રિયાએ જણાવ્યું હતું કે, તે મૂળ ઉત્તર પ્રદેશની છે. તે છેલ્લા બે વર્ષથી 45 વર્ષીય પરેશ સાથે રહે છે. પરેશ વિધુર છે અને તેને એક 20 વર્ષની દીકરી છે. પરેશ યુપી આવ્યો ત્યારે પ્રિયાના માતા-પિતાને મળ્યો હતો અને પછી તેને અમદાવાદ લઈ આવ્યો હતો.
ઘરેથી નીકળેલી પ્રિયા પ્રગતિનગર બ સ્ટેન્ડ પાસે આવીને બેસી ગઈ હતી. અહીં તે છેલ્લા ત્રણેક કલાકથી પલળી રહી હતી. તેમજ ત્યાં બેઠા બેઠા રડી હતી. આ દ્રશ્ય એક જાગૃત નાગરીક જોઇ જતાં તેણે 181ને કોલ કરતાં હેલ્પલાઇનની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને યુવતીનું કાઉન્સેલિંગ કરતાં સમગ્ર હકિકત પ્રકાશમાં આવી હતી. (તમામ પાત્રોના નામ બદલ્યા છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -