અમદાવાદઃ લુખ્ખા જાહેરમાં પોર્ન ફિલ્મ જોતાં, અશ્લીલ હરકતો કરતાં, કંટાળેલી છોકરીઓએ શું કર્યું?
અમદાવાદઃ ગઈ કાલે શહેરના રખિયાલમાં રહેતી એક યુવતીએ દૂધેશ્વર બ્રિજ પરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ યુવતીએ લુખ્ખાતત્વોની જાતિય સતામણીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. લુખ્ખાઓના ત્રાસથી કંટાળેલી આ યુવતીએ પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ પોલીસે કંઇ ન કરતાં અંતે હારીને આ પગલું ભરતું અત્યારે પોલીસ પર ચારે તરફથી ફિટકાર થઈ રહ્યો છે. આગળ વાંચોઃ શું છે આ આખો બનાવ, લુખ્ખાઓ કેવી રીતે યુવતીને કરતા હતા પરેશાન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની આ હરકતો અંગે પરિવારને કહેશે તો જાનથી મારી નાંખશે, તેવી ધમકી પણ તેણે યુવતીઓને આપી હતી. આમ છતાં બંને બહેનોએ ફારુકનો વિરોધ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા ફારુકે સુરૈયાબાનુ પર હુમલો કરી દીધો હતો. આ હુમલાના કારણે સુરૈયાબાનુના હાથની આંગળીમાં ફ્રેક્ચર પણ થઈ ગયું હતું.
આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ કરતાં ફારુક ઉશ્કેરાયો હતો અને ફારુકે પોતાના આવારા મિત્રો સાથે મળીને અસલમભાઈના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. તેમજ પરિવારજનોને માર પણ માર્યો હતો. આ હુમલમાં અસલમભાઈની પત્ની અને બંને દીકરીઓને ઇજા થતાં તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અંગે રખિયાલ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.
આ અંગેની વિગત એવી છે કે, અજિત મિલ ચાર રસ્તા પાસે બનેલી ગરીબ આવાસ યોજનામાં અસલમભાઈ સોઢાનો પરિવાર રહે છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો મોટી દીકરી સુરૈયાબાનું, એક સગીર દીકરી અને એક 13 વર્ષનો દીકરો છે. તેઓ અહીં શિફ્ટ થયાના થોડા દિવસ પછી તેમના ઘર સામે ફારુકનો પરિવાર રહેવા આવ્યો હતો.
આ ફારુકની નજર સુરૈયાબાનું અને તેની નાની બહેન પર પડી હતી. ફારુકે આ યુવતીઓ પર નજર બગાડવાની શરૂ કરી હતી અને બિભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો.ફારુકની હરકતો એટલી બધી વધી ગઈ હતી કે, આ બંને બહેનો જોઈ શકે, તે રીતે ઘરમાં પોર્ન ફિલ્મો જોવા લાગ્યો હતો. સાથે સાથે તે યુવતીઓ સાથે બિભત્સ હરકતો પણ કરતો હતો.
આ હુમલા પછી ડરી ગયેલા પરિવારે પોલીસ કમિશ્નરની ઓફિસની બાજુમાં આવેલા પાર્કિંગમાં રહેવા આવી ગયો હતો. ત્યાં તેમણે નજીકની એક દરગાહમાં આશરો મેળવ્યો હતો. બીજી તરફ પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા ન લેવાતાં ગઈ કાલે સુરૈયાબાનુએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -