ઓનલાઇન ફ્રોડ થશે તો મળશે કેટલું વળતર? કેટલા કરોડનો કરી શકાશે દાવો? જાણો નવો કાયદો
સરકાર સમક્ષ આ અંગેની 13 અરજીઓ આવી હતી, તેમાંથી 11 અરજીનો નિકાલ કરાયો છે. એટલું જ નહીં પાંચ અરજીમાં વળતરના ચુકાદા અપાયા છે. આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત વળતર માટે નાગરિક www.dst.gujarat.gov.in પરથી જાણકારી મેળવી અરજી કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ નોટબંધી બાદ સરકારે કેશલેસ નાણાકીય વ્યવહાર પર ભાર મૂક્યો છે. કેશલેસ નાણાકીય વ્યવહારમાં થતાં ફ્રોડને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા થાય અને કેશલેસ નાણાકીય વ્યવહારને બળ આપવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં પોલીસ ફરિયાદ ઉપરાંત કોઇપણ વ્યક્તિ પોતાને થયેલા આર્થિક નુકશાન પેટે રૂ. 5 કરોડ સુધીનો દાવો રાજ્યના ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી વિભાગમાં નિમાયેલા એડ્જુડિકેટિંગ ઓફિસર સમક્ષ કરી શકશે, તેવી નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
આ જોગવાઇ પ્રમાણે ગ્રાહકના કમ્પ્યુટર સિસ્ટમ અને તેની ડાર્ડ ડિસ્ક કે સીપીયુ જેવા સાધનો સાથે છેડછાડ કરી, નુકશાન કરી આવી ઠગાઇ કરાઇ હોય તેવા કિસ્સામાં પણ વળતર માટે દાવો કરી શકાશે. સામાન્ય રીતે કોઇપણ ઓનલાઇન કામકાજ સાથે સંકળાયેલી સંસ્થા કે બેંક કે કોર્પોરેટ બોડી તેની પાસે રહેલા આવા ઓનલાઇન સંવેદનશીલ અને ગુપ્ત ડેટાને લીક કરે તેવા કિસ્સામાં અસરગ્રસ્ત વળતર મેળવવા માટે હક્કરદાર ગણાશે.
કેન્દ્રના આઇટી અધિનિયમ 2000ની કલમ 43 હેઠળ રાજ્ય સરકારે વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવને એડ્જુડિકેટિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. આ અધિકારી સમક્ષ ગ્રાહક આઇટી કલમ 43 અથવા 43-એ મુજબ ગેરકાયદે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી પૈસા બેંકમાં તબદીલ કર્યા હોય, ઇલેક્ટ્રોનિક્સ ડેટાની ચોરી કરેલી હોય, કેવાયસીનો ભંગ કરેલો હોય, જેવા કિસ્સામાં રૂ.5 કરોડ સુધીનો દાવો કરી શકશે.
બેંકો દ્વારા પણ આ અંગે વારંવાર તેના કાર્ડ ધારકો અને ખાતા ધારકોને સાવચેત કરવામાં આવે છે અને તેઓ ગ્રાહક પાસે તેમની વિગોત મેળવવા માટે ફોન કરતી નથી. જોકે, તેમ છતાં અવાર-નવાર આવા ફ્રોડ થતાં રહે છે. સરકારે કરેલી જોગવાઇ પ્રમાણે એડ્જુડિકેટિંગ ઓફિસરને સિવિલ કોર્ટની સત્તા આપવામાં આવી છે એટલે તે કોર્ટની માફક જ બન્ને પક્ષોને સાંભળીને વળતર માટેનો ચુકાદો આપી શકે છે.
એક તરફ નોટબંધી પછી કેશલેસ ટ્રાંઝેક્શન વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેટલાક ગઠિયાઓ બેંકોના અધિકારીની ઓળખ આપીને ગ્રાહકો પાસેથી બેંક એકાઉન્ટ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડના પાસવર્ડ અને અન્ય કોડ નંબરની જાણકારી મેળવી લઇને ઓનલાઇન જ ફ્રોડ કરતાં હોય છે. આ ફ્રોડ સામે ઘણાં ગ્રાહકો પોલીસ ફરિયાદ કરતા હોય છે. ત્યારે હવે કેન્દ્રીય કાયદાની જોગવાઇ પ્રમાણે આ ફરિયાદ ઉપરાંત ઠગાઇનો ભોગ બનનાર વ્યક્તિ ગાંધીનગરમાં આવેલી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની કચેરીએ વળતર મેળવવા માટે અરજી કરી શકે તેવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -