મહેશ શાહ મામલે IT વિભાગ શંકાના ઘેરામાં, કોના ઇશારે મહેશ શાહને છોડી મુકાયો? જાણો વિગતો
આટલા કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહના પાડોશીના મતે મહેશ સ્વભાવે કંજૂસ છે. તે એરપોર્ટ જવા માટે ઓટો પકડે છે પણ કારમાં જતો નથી. કોઇ ઓટોવાળાને એક રૂપિયો પણ વધારે આપવો મંજૂર નથી. એટલુ જ નહીં દૂધવાળા અને શાકવાળા પાસે તેના અનેક રૂપિયા ઉધાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી વિગતો અનુસાર, મહેશ શાહ અમદાવાદનો રહેવાસી છે. તે જોધપુરના વિસ્તારમાં આવેલા મંગળજ્યોત એપાર્ટમેન્ટમાં રહે છે. મહેશ શાહના પરિવારમાં પત્ની, એક દિકરી અને દિકરો મોનિતેષ છે. દિકરીના લગ્ન થઇ ગયા છે. પત્નીને કેન્સર છે.
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગના સૌથી મોટા અધિકારી અને ડીજી ઇન્વેસ્ટીગેશન હેઠળ ગુજરાતમાં તૈનાત પી.સી મોદી આજે સવારે 10 વાગ્યે મીડિયા સામે હાજર થયા હતા. તેમણે કહ્યું કે, મહેશ શાહની પૂછપરછ કરવામાં આવી છે. તેમને જવા દેવામાં આવ્યા છે. કાલે સાડા અગિયાર વાગ્યે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે.
આઇટી વિભાગના કાયદા પ્રમાણે વિભાગના અધિકારી સામે ખોટા નિવેદન આપવા ગુનો છે. એવામાં 13860 કરોડ રૂપિયાની જાહેરાત કરી તેમાંથી ફરી જવું પણ ગુનો બને છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગ પોલીસ કેસ પણ કરી શકે છે. તેમ છતાં મહેશ શાહ વિરુદ્ધ કેસ કરવામાં આઇટીના અધિકારીઓ કેમ ખચકાટ અનુભવી રહ્યા છે.
આઇટી વિભાગના ટોચના અધિકારીઓએ જાહેર કર્યું કે પૂછપરછ દરમિયાન મહેશને ભોજન આપવામાં આવ્યું અને તેની તબિયતનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતું. સવાલ એ ઉઠે છે કે શું મહેશ શાહ ગુનેગાર નથી. મહેશને પોતાની પાસે રાખી કડક પૂછપરછ કરવાને બદલે તેને કેમ છોડી મુકવામાં આવ્યો તે સવાલનો કોઇ આઇટી વિભાગ જવાબ આપી રહ્યું નથી.
અહીં સવાલ એ થાય છે કે મહેશ શાહે પોતે જાહેર કર્યું છે કે આ રૂપિયા તેના નથી પણ રાજકારણી, બિલ્ડરો અને વ્યાપારીઓના છે તેમ છતાં ઇન્કમટેક્સ વિભાગ તેની ગંભીરતાથી તપાસ કેમ કરી રહ્યું નથી. ઇન્કમટેક્સ અધિકારીઓના નિવેદન પરથી લાગી રહ્યું છે કે તેઓ મહેશ શાહ પર કોઇ દબાણ કરી રહ્યા નથી પણ મહેશ શાહને વીઆઇપી ટ્રિટમેન્ટ મળી રહી છે. આખરે આ કોના ઇશારે થઇ રહ્યું છે.
સવાલ એ ઉઠે છે કે આઇડીએસ સ્કીમ હેઠળ બહાર આવનારા બ્લેકમનીનો લગભગ 20 ટકા હિસ્સો જે વ્યક્તિ મહેશ શાહ મારફતે સામે આવનારો હતો તે મામલે આવકવેરા વિભાગ આટલી ઢીલાશ કેમ રાખે છે. કોઇ સામાન્ય વ્યક્તિથી ઇન્કમટેક્સ ચૂકવવામાં હજાર-બે હજાર રૂપિયાની ભૂલ થઇ જાય તો ઇન્કમટેક્સ વિભાગ તેને પરેશાન કરે છે. એવામાં જે વ્યક્તિ પાસેથી 13860 કરોડ રૂપિયા જેટલી બ્લેકમની મળે તો તેની ડિટેઇલમાં તપાસ કરવામાં આવકવેરા વિભાગને કેમ રસ નથી.
ગઇકાલ રાતથી આજે સવારે 10 વાગ્યા સુધી સતત 12 કલાક મહેશ શાહની પૂછપરછ કર્યા બાદ આવકવેરા વિભાગ એ બતાવવા માટે તૈયાર નથી કે આખરે મહેશ શાહના પાછળ કોણ શક્તિશાળી લોકો છે, જેમણે પોતાની બ્લેકમનીને મહેશ શાહના મારફતે જાહેર કરવાની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આઇજીએસ સ્કીમ બંધ થાય તેના અડધા કલાક અગાઉ એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેશ શાહે આ બ્લેકમનીની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયાની જંગી રકમ જાહેર કરનારા મહેશ શાહ મામલે ઇન્કમટેક્સ વિભાગની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઇ છે. મહેશ શાહે જાહેર કરેલી રકમ આઇડીએસ સ્કીમ હેઠળ જાહેર કરેલી દેશની સૌથી મોટી રકમ છે. અગાઉ જાહેર કર્યા બાદ હાલમાં મહેશ શાહે આ રકમને લઇને ફેરવી તોળ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -