પાટીદારોની છોકરીઓને શીશીમાં તેલ લાવતી કરી દઈશું’, કોંગ્રેસના ક્યા ટોચના નેતાના નિવેદન સામે વિધાનસભામાં હોહા ? જાણો
નીતિન પટેલે અમિત ચાવડાને નિશાન બનાવતાં કહ્યું હતું કે, તમે જે વાત કરો છો તે સાવ ખોટી છે. વાસ્તવમાં તો તમારા દાદા પાટીદારોની છોકરીઓને શીશીમાં તેલ લેતી કરી દઈશ તેવી વાતો કરતા હતા અને હવે પાટીદારો માટે મગરનાં આંસુ ના સારો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે અમિત ચાવડાના નિવેદનો સામે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને આ શબ્દો રેકર્ડ પરથી દૂર કરવા માંગણી કરી હતી. આ સમયે અધ્યક્ષપદ સંભાળી રહેલા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરે ચાવડાના જીતુ વાઘાણીને લગતા વિવાદાસ્પદ શબ્દો રેકર્ડ પરથી દૂર કરી ગૃહને પંદર મિનિટ માટે મુલતવી રાખ્યું હતું.
નીતિન પટેલે કહ્યું કે પાટીદારોને ખબર જ છે કે કોંગ્રેસના નેતાઓ પાટીદાર મહિલાઓ માટે શું બોલતા હતા અને આ રેકોર્ડ પર નોંધાયેલા શબ્દો છે. અમિત ચાવડાના દાદા ઈશ્વરભાઈ ચાવડા આણંદના સંસદસભ્ય હતા અ તેમણે ભૂતકાળમાં પાટીદાર વિરોધી નિવેદનો કરીને વિવાદ પેદા કર્યો હતો.
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં મંગળવારે કોંગ્રેસના સભ્ય અમિત ચાવડાએ ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણી પર કરેલા ગંભીર આક્ષેપના કારણે ભારે ઉહાપોહ મચી ગયો હતો. કોંગ્રેસના સભ્યોના આક્ષેપના જવાબમાં નાયબ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પણ અમિત ચાવડાને નિશાન બનાવી ફટકાબાજી કરી હતી.
અમિત ચાવડાએ એવું કહ્યું હતું કે, જીતુ વાઘાણીએ અમારા વિસ્તારમાં બાકરોલમાં કહ્યું હતું કે, પાટીદારોને અમે અમારી રીતે સીધા કરી દઈશું જ્યારે બક્ષી પંચ (OBC) દલિત (SC) અને આદિજાતિ (ST) વિગેરેને તો દારૂ, ચવાણું અને રૂપિયા આપીને ચપટીમાં ખરીદી લઈશું. ચાવડાના આ ઉચ્ચારણો સાથે હોહા થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -