અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિના પત્નીને 1.2 કરોડનું વળતર મળ્યું
ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
અપીલ દરમિયાન વીમા કંપનીના વકીલ કે સી મેહતાએ દલીલ કરી હતી કે, આ કેસમાં વધુમાં વધુ 40 લાખનું વળતર મળી શકે. જ્યારે ફરિયાદ પક્ષનાવકીલ બી. બી. જાધવે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાઈક પર રસ્તા પર યોગ્ય દિશામાં જતા હતા અને માથે હેલમેટ પણ પહેર્યું હતું. જ્યારે કાર વિરૂદ્ધ દિશામાંથી લેન છોડીને રેલીંગ તોડીને ઘસી આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મૃતકની કોઈ ભૂલ ન હતી અને તેના પરિવારને 1.5 કરોડનું વળતર મળવું જોઈએ.
ઉદેસીંહની પત્ની ભગવતી અકસ્માત બાદ MACTમાં અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના પતી કોલોજની નોકરીની સાથે સાથે એનસીસીમાં વિદ્યાર્થીનો કોચિંગ પણ કરતા હતાં જ્યાંથી પણ તેમને મહેનતાણું મળતું હતું. જ્યારે અકસ્મા થયો ત્યારે તેમનો પુત્ર યુવરાજસિંહ વિદેશમાં અભ્યાસ કરતો હતો.
અમદાવાદઃ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મોટર એક્સડિટન્ટ ક્લેમ ટ્રિબન્યૂનલે વર્ષ 2008માં અકસ્માતમાં માર્યા ગયેલ સેઈન્ટ ઝેવીયરના પ્રોફેસરના પત્નીને 75.39 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રિબ્યુનલે મૃતકના પરિવારને છઠ્ઠા પગાર પંચના આધારે અકસ્માતનું વળતર નક્કી કર્યું હતું જ્યારે અકસ્માત થયો ત્યારે મૃતકને પાંચમાં પગાર પંચ પ્રમાણે પગાર મળતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -