યુથ કૉંગ્રેસે ટ્વિટર પર PM મોદીની ઉડાવી મજાક, ચા વેચવા પર કરેલી ટિપ્પણીથી સર્જાયો વિવાદ
વિવાદ બાદ કૉંગ્રેસે આ મામલે સફાઈ આપી છે, કૉંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલા સ્પષ્ટતા આપતા કહ્યું કે, અમારી પાર્ટી આ પ્રકારના મજાકને ગણકારે છે. તેમણે કહ્યું કે નીતિઓ અને વિચારો પર મતભેદ અલગ વાત છે, પરંતુ કૉંગ્રેસની સંસ્કૃતિ પ્રધાનમંત્રી અને અન્ય તમામ વિરોધી નેતાઓને સન્માન કરનારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટ્વિટને કૉંગ્રેસની માનસીકતા સાથે જોડી કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રશાદે પુછ્યું કે, મેડમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી શું તમે વિશ્વાસ રાખો છો કે ભારત પર રાજ કરવાનો દિવ્ય અધિકાર તમારી પાસે જ છે?
જો કે ટ્વિટ બાદ રૂપાણીએ જ્યારે આ મુદ્દો ઉપાડ્યો ત્યારે યુવા દેશે થોડી વારમાં ટ્વિટર હેંડલ પરથી આ ટ્વિટ હટાવી લીધી હતી.
અમદાવાદ: વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે તેની વચ્ચે સોશિલ મીડિયા પર કાર્ટૂન અને પોસ્ટર દ્વારા પણ વાર-પલટવાર થઈ રહ્યો છે. યૂથ કૉંગ્રેસના મેગેઝિનના યુવા દેશના ટ્વીટર અકાઉન્ટ પરથી પોસ્ટ થયેલી એક તસવીર પર વિવાદ સર્જાયો છે. આ ટ્વિટમાં પીએમ મોદી પર ટિપ્પણી કરવામાં આવી છે.
આ ટ્વીટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ગરીબ વિરોધી ગણાવતા રાહુલ ગાંધી પાસે જવાબ માગ્યો છે. રૂપાણીએ લખ્યું કે, યૂથ કૉંગ્રેસ દ્વારા ગરીબ વિરોધી અને વર્ગભેદી ટ્વીટ ભારતના ગરીબો પ્રત્યેની તેની માનસિકતાને દર્શાવે છે, શું પાર્ટીના યુવરાજ રાહુલ ગાંધી આનું સમર્થન કરે છે?
ટ્વિટમાં પોસ્ટ કરવામાં આવેલ મીમમાં પીએમ મોદી પર ટિપ્પણી કરીને તેમની મજાક કરવામાં આવી છે. તસવીરમાં પીએમ મોદીની સાથે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ અને બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે પણ છે. આ તસવીરમાં પીએમ મોદી પર ચાય વેચવાને લઈને ટિપ્પણી કરવામાં આવી છે. જેને લઈને વિવાદ ઉભો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -