સ્ટેટ IBનો રીપોર્ટઃ ભાજપને મળશે માત્ર 82 બેઠકો, કોંગ્રેસને કેટલી બેઠકો મળવાની કરાઈ આગાહી ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાનુયોગ ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એકિસસ માય ઇન્ડિયાએ મળીને કરેલા ઓપનિયન પોલમાં વિધાનસભાની કુલ 182 સીટો પૈકી 115 થી 125 બેઠકો સાથે ભાજપને બહુમતી મળશે એવા દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસને 57થી 65 સીટો જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનવાળા પક્ષને એક પણ સીટ નહીં મળે તેવો દાવો કરાયો છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો દાવો ઇન્ડિયા ટુડે ગ્રુપ અને એક્સિસ માય ઇન્ડિયાએ મળીને કરેલા ઓપનિયન પોલના તારણમાં કરાયો તેના કારણે ભાજપ ગેલમાં છે ત્યાં તેનો આ આનંદ ઉડી જાય તેવા સમાચાર ગુજરાતની એક જાણીતી વેબસાઈટ દ્વારા અપાયા છે.
સામાન્ય રીતે આઇબીના આ પ્રકારના રિપોર્ટના આધારે સત્તા પર રહેલી સરકાર પોતાની સ્ટ્રેટેજી બનાવતી હોય છે અને આ સ્ટ્રેટેજી માટે જ સર્વે કરાવવામાં આવતા હોય છે. વિધાનસભાના ઇલેકશન પહેલા ભાજપ કેવી રીતે ડેમેજ કન્ટ્રોલ કરે છે અને ગુજરાતમાં સત્તા અકબંધ રાખવા માટે કેવાં પગલાં ભરે છે એ હવે જોવાનું રહે છે.
આઇબીએ આપેલા રિપોર્ટ મુજબ ગુજરાતમાં ભાજપ બેકફુટ પર આવી ગઇ છે. સામાન્ય રીતે સ્ટેટ આઇબીનું કામ રાજય સરકારના વખાણ કરવાનું હોય છે છતાં આઈબીએ આવો નબળો રિપોર્ટ આપ્યો એ જ દેખાડે છે કે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ભાજપની હાલત ખરેખર કથળી છે અને ધાર્યા કરતાં વધારે ખરાબ છે.
આ અહેવાલમાં કોંગ્રેસને આનંદ થાય તેવા દાવા પણ કરાયા છે. આઇબીના હવાલાથી આપવામાં આવેલા આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટ્રોંગ થઇ છે અને અત્યારના તબક્કે કોંગ્રેસને ગુજરાતમાં 95 બેઠક પર જીત મળે એવી શકયતા છે. આ અહેવાલ સ્વાભાવિક રીતે જ ભાજપમાં ચિંતા પેદા કરનારા છે.
આ સર્વે મુજબ તો અત્યારે ભાજપ ગુજરાતમાં સત્તા ગુમાવે એવી પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ રીપોર્ટ ઉમેદવાર હજી નક્કી થયા નથી એ સમયનો છે, પણ આ રિપોર્ટ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે ભાજપે ગુજરાતમાં શાખ ગુમાવી હોવાથી બહુ ઓછા વિસ્તાર હવે ભાજપના ગઢ રહ્યા છે.
ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના હવાલાથી અપાયેલા આ સમાચારમાં દાવો કરાયો છે કે, હાલના તબક્કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને માત્ર 80થી 82 બેઠકો મળે એવી શકયતા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલી પહેલી મુલાકાતથી શરૂ કરીને રવિવાર રાત સુધીનો આ સર્વે છે તેવો દાવો કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -