ગુજરાતમાં દેવાં માફી માટે ખેડૂતો મેદાનમાં, હાર્દિકે ક્યારે અને ક્યાં બોલાવ્યું 1 લાખ ખેડૂતોનું સંમેલન ? જાણો વિગત
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને ગુજરાત ખેડૂત સમાજે સંયુક્ત રીતે ખેડૂતોનાં દેવામાફીની લડાઇમાં ઝુકાવવા નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે 3 જુલાઇએ હિંમતનગરમાં ખેડૂત અધિકાર રેલી યોજાશે જેમાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત હાર્દિક પટેલે ગોંડલમાં ખેડૂતોનું સંમેલન બોલાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેનરોમાં દર્શાવાયુ છે કે, ખેડૂતોના દેવાં માફ કરાવવાં હોય તો દૂધ ભરતા નહીં. આ ઉપરાંત ખેડૂતોને અપીલ કરાઇ છે કે, બે દિવસ સુધી ડેરીમાં દૂધ ભરાવવા જશો નહીં . શનિવારે પાટણમાં ઓબીસી એકતા મંચે વિશાળ રેલી યોજીને ખેડૂતોના દેવામાફીની માંગને બુલંદ બનાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ઓબીસી એકતા મંચે ખેડૂતોનાં દેવાં માફ કરવા માટે ગુજરાત સરકારને 4 જુલાઈ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ખેડૂતોનાં દેવા માફ ના કરાય તો 5 અને 6 જુલાઇએ ગુજરાતમાં દૂધ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ઉત્તર ગુજરાતની કેટલીય દૂધડેરીઓ પર બેનરો લગાવાયાં છે
ગુજરાત સરકારે ખેડૂતોને ડુંગળી-બટાકામાં છૂટકછૂટક સબસીડી આપવાનો પ્રયત્ન જરૂર કર્યો છે પરંતુ ખેડૂતોને તેનાથી પૂરતો સંતોષ નથી એવા સંકેતો રાજય સરકારને મળતા તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું માર્ગદર્શન માગ્યું છે. તેમના માર્ગદર્શન મુજબ આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે.
આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના દેવામાફી માટે 12થી 17 જુલાઇ સુધી તમામ ધારાસભ્યો પાસે જવાબ માંગવામાં આવશે કે ,તેઓ ખેડૂતોના દેવામાફીના મુદ્દે સંમત છે કે નહીં. આ ઉપરાંત ગુજરાતમાં 11 સપ્ટેમ્બરથી કિસાન બચાવો યાત્રા પણ યોજવામાં આવશે . 2 ઓક્ટોબરે દિલ્હીમાં જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજવા નક્કી કર્યું છે.
ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવાની માંગણીઓ સાથે 8 જુલાઈએ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે બોલાવેલા સંમેલનમાં 1 લાખ કિસાનો તથા પાટીદારો ઉમટી પડશે. આ સંમેલનમાં અનામત અને દેવા માફીની માગ બુલંદ કરાશે. આ સંમેલન પછી ખેડૂતો મેદાનમાં આવે તો ભાજપની મુશ્કેલી વધશે.
અમદાવાદઃ મહારાષ્ટ્ર , પંજાબ અને કર્ણાટક સરકારે ખેડૂતોનાં દેવા માફ કરી દેતાં ગુજરાતમાં પણ કેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી એકતા મંચે ખેડૂતોનાં દેવાં માફ કરાવવાનું આંદોલન શરૂ કર્યું છે ત્યાં પાટીદારો, ગુજરાત ખેડૂત સમાજ અને આમ આદમી પાર્ટીએ પણ ઝૂકાવતાં ભાજપ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -