ખેડૂતોને પાણી આપવાને લઈને DyCM નીતિન પટેલે શું કરી મોટી જાહેરાત, જાણો વિગત
રાજ્યમાં ચોમાસું હવે ધીરે-ધીરે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 73.87 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 94.79 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 26.51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.93 ટકા, સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.83 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ, ઓછા વરસાદને કારણે તળાવો ખાલી છે અને તેને લીધે પશુઓને પીવાના પાણીની તકલીફ પડી રહી છે. જેથી રાજ્ય સરકાર વિવિધ ડેમ અને કેનાલોમાંથી ગામડાના તળાવો ભરવાનું કામ કરશે જેના કારણે પશુઓને પીવાનું પાણી મળી રહે. નીતિન પટેલે જણાવ્યું કે, આ પાણી છોડવાથી રાજ્યની પ્રજાને પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. કેમ કે, સરકાર પીવાના પાણીનો જથ્થો અનામત રાખશે.
ખેડુતોનો પાક બચાવવા માટે પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના 400 જેટલા ગામોના તળાવો પાણીથી ભરવામાં આવશે.
નર્મદા યોજનામાંથી મધ્યપ્રદેશ તરફથી ગુજરાતને પાણી મળવાનું છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 12 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને તેમાં જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદ બાદ ગુજરાતમાં મોટા પાયે ખેડુતોએ વાવેતર કર્યું હતું. અપુરતા વરસાદમાં સરકારે સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયત્ન કર્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડુતોના પાકને અસર માટી અસર થયા તેવી શક્યતા છે. માટે ચાલુ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ખેતરોમાં ઉભા પાકને બચાવવા રાજ્યની 1 લાખ 27 હજાર એકર જમીનને નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી 20 દિવસ સુધી 2૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેનો ઉત્તર ગુજરાતના ગામોને સિંચાઈનો લાભ મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -