હાર્દિક પર બનેલી ફિલ્મ પર સરકારે લગાવી રોક, પ્રોડ્યુસરે કોની માંગી મદદ
ફિલ્મના પ્રોડ્યુસરે લખેલા પત્રમાં તેમણે એક ચોંકાવનારી વાત કરી છે. તેમને જણાવ્યું કે, ચૂંટણી નજીક હોવાથી સરકાર આ ફિલ્મ રિલિઝ થવા દીધી નહોતી. કારણ કે ભાજપને પોતાની વોટબેંક તૂટી જવાનો ડર હતો. તેમજ 2017ની ચૂંટણીમાં હારી જવાનો પણ ડર છે. જેના કારણે વિપક્ષી નેતા હોવાના કારણે રાહુલ ગાંધીને આ મુદ્દે યોગ્ય મદદરૂપ બનવા તેમણે અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેસર ભવાની ફિલ્મ પ્રોડક્શનના નામે ફિલ્મનું નિર્માણ કરનારા દીપક સોનીએ રાહુલ ગાંધીને પત્ર પાઠવી એવી રજૂઆત કરી કે મારા જીવનની તમામ મૂડી ખર્ચી મેં ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદારનું નિર્માણ કર્યું છે. જેમાં પાટીદાર આંદોલનની સત્ય હકીકત રજૂ કરી છે. સેન્સર બોર્ડ પર સરકાર આ ફિલ્મ રિલિઝ નહીં થવા માટે દબાણ કરે છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલને કેન્દ્રમાં રાખી સુરતના પ્રોડ્યુસરે ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદાર ફિલ્મ બનાવી હતી. પરંતુ આ ફિલ્મ સરકારે રિલિઝ થવા દીધી નહોતી. આખરે આ ફિલ્મના પ્રોડ્યુસરે રાહુલ ગાંધીને પત્ર લખીને આ ફિલ્મ રિલિઝ થાય તે માટે મદદ માંગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -