ગુજરાતમાં પોલીસોના ગ્રુપમાં ફરતાં થયા કેવા મેસેજ? બ્લેક રિબન સાથેના મેસેજે સરકારને કરી દોડતી
મેસેજમાં પોલીસનું યુનિયન બનાવો, પોલીસ જયાં બંદોબસ્તમાં જાય ત્યાં રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા, પોલીસ પણ માણસ જ છે. એમને પણ પરીવાર છે માટે એમના પરીવાર સાથે હરવા ફરવા રજાઓ આપો સહિતની માંગણી કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ જવાનો પાસે અમર્યાદ નોકરી લેવાય છે તેની સામે રજા અને પગારના ફાયદા અપાતાં નથી. આવા મુદ્દા ઉપસ્થિત કરાતાં ગુજરાત પોલીસમાં કાર્યરત પોલીસકર્મીઓ પોતાના પર્સનલ અને ગ્રુપના DPમાં અન્યાય સામે વિરોધરૂપે 'બ્લેક રિબન' મુકવા લાગ્યા છે.
અમદાવાદ સહિત રાજ્યના અનેક પોલીસ કર્મચારીઓના અગણિત ગ્રુપના DPમાં 'બ્લેક રિબન'નો લોગો જોવા મળી રહ્યો છે. આ લોગોમાં 'પોલીસ મહાઆંદોલન 2-11-2017' આવું લખાણ છે. તા. 2 નવેમ્બરે પોલીસ મહાઆંદોલનની જાહેરાત કરાઈ છે.
પોલીસ ડિપાર્ટમેન્ટ શિસ્તને વરેલું છે એટલે એનો મતલબ એવો નહીં કે તેને વર્ગ ચારનાં કર્મચારી કરતા ઓછો પગાર આપવાનો, પોલીસ જે દિવસે રોડ ઉપર ઉતરી આવી તે દિવસથી રાજકિય નેતાઓ રોડ શો કરવાનું ભૂલી જશે, તેમ ગુજરાતનો એક આમ નાગરિકના નામે મેસેજ ફરતો થયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે નક્કી થાય તેમ છે, ત્યારે હવે ગુજરાત પોલીસ પણ આંદોલનના માર્ગે વળી છે. પોલીસે આંદોલન માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 'બ્લેક રિબન'ના લોગો સાથે સોશિયલ મિડીયા ઉપર 'પોલીસનું મહાઆંદોલન' છેડવા ઈજન અપાયું હતું.
ઉપરાંત સરકારી કર્મચારીઓની ફીકસેશન પ્રથા દૂર કરો અથવા નેતાઓને ફીકસેશન આપો નહિ તો પોલીસ આંદોલન કરી હકક માંગશે. પોલીસની માંગણીઓ નહિ સ્વીકારાય તો આવનાર 2017 ના ઇલેક્શન સરકાર પરીણામ ભોગવવા તૈયાર રહે, તેવી ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
વોટ્સએપ પર એક આમ નાગરિકના નામે વાયરલ થયેલા મેસેજમાં પોલીસ પાસે 7x24 કલાકની નોકરી લેવામાં આવે છે. એ પ્રમાણમાં પોલીસને પગાર આપો નહીં તો હવે મહાઆંદોલન કરશે પોલીસ, તેવું લખાયું છે. પોલીસની નોકરીમાં 1800 રૂપિયા ગ્રેડ પે અને નોકરીનો સમય અમર્યાદીત. પોલીસ નોકરી કરે એટલો પગાર આપો અથવા તો નોકરી નો સમય 8 કલાક કરો નહી તો હવે મહાઆંદોલન... એમ પણ લખાયું છે.
'પોલીસ મહાઆંદોલન તા.2/11/2017. સોશિયલ મીડિયા પર કરાશે મહાઆંદોલન. બ્લેક રીબીન હશે તમામ જવાનો પ્રોફાઇલ પર તથા તમામ પોલીસ જવાનોના ગ્રુપ પર જોવા મળશે બ્લેક રીબીન....' સહિતના લખાણ સાથે એક લોગો ફરતો કરાયો છે અને વોટ્સ એપ મેસેજ પોલીસ તંત્રમાં આગની માફક પ્રસરી વળ્યો છે.
આ ઉપરાંત પોલીસ 10 વર્ષ સુધી નોકરી કરે તો પણ તેને ફક્ત 19,500/- પગાર જ્યારે શિક્ષકો ને ફિક્સેશન માં 25,000 પગાર આ અન્યાય પોલીસ હવે સહન નહીં કરે. ઉચ્ચ અભ્યાસ કરીને પોતાના બળ ઉપર નોકરી લાગેલા સરકારી કર્મચારીઓને પેન્શન નહીં. જ્યારેૃ પબ્લિકના વોટથી જીતેલા અભણ નેતાઓ એક દિવસ માટે MP, MLA બને તો તેમને કાયમ માટે પેન્શન..! એમ પણ લખાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -