ગુજરાત વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદીની ક્યારે થશે જાહેરાત, જાણો વિગતે
પ્રદેશ કોંગ્રેસનાં અંતરંગ સુત્રો મુજબ સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલેલા અહેવાલના આધારે જનરલ ઇલેક્શન કમિટીએ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરીને એક પેનલ તૈયાર કરવામાં આવી છે. આ પેનલમાં પસંદ કરાયેલા ઉમેદવારો પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ રજૂ કરીને તેને જનરલ ઇલેકશન કમિટી વર્કીગ કમિટીને અહેવાલ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: વિધાનસભા ચૂંટણીની લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ઘણાં પટેલોમાં ભાજપમાં સામે આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસ અનામત આપવા માટે તૈયારી બતાવી રહી છે જેના કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક બીજા સામે પ્રહારો કરીને પ્રચાર કરી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા 100 બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની 82 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં બાકીની 82 બેઠકો માટેના ઉમેદવારો નક્કી થયા છે તેની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે કોંગ્રેસ હજુ યાદી ક્યારે જાહેર કરશે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કિગ કમિટીની બેઠક શુક્રવારે મળશે. જેમાં ગુજરાત કોંગ્રેસનો મોટા નેતાઓ હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -