રાહુલે ઊંઝાના ઉમિયા માના મંદિરમાં કરેલો ચાંલ્લો ભૂંસી નાંખ્યો, એવાં પ્રચારની શું છે હકિકત? જાણો
તેઓ સ્ટેજ પર પહોંચ્યા પછીની તસવીર પણ અહીં મૂકી છે. અહીં તેમના કપાળ પર તિલક દેખાતું નથી. જોકે, તેઓ સ્ટેજ પાસે આવ્યા ત્યાં સુધી તિલક જોવા મળ્યું હતું. ત્યારે સ્વાગત દરમિયાન આ તિલક ભૂંસાયું હોય તેવી પૂરી સંભાવના છે, ત્યારે આ મેસેજ સાવ ખોટો છે કે, તેમણે મહેસાણા પહોંચતાં પહેલા જ ચાંલ્લો ભૂંસી નાંખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. રાહુલ ગાંધી ઊંઝાથી નીકળ્યા ત્યારની તસવીરમાં દેખાય છે કે, તેમને ચાંલ્લો કરેલો છે. તેઓ ત્યાંથી સીધા મહેસાણા પહોંચ્યા હતા.
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગઈ કાલે ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. જ્યાં તેમણે માતાજીની આરતીનો લાભ પણ લીધો હતો. અહીં પૂજારીએ તેમને કપાળે ચાંલ્લો કર્યો હતો અને ચુંદડી પહેરાવી હતી. આ પછી તેઓ મહેસાણા સભામાં ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો છે કે, રાહુલે ઊંઝાથી મહેસાણા આવતાં 10 મિનિટની વચ્ચે તો ઉમિયા માતા મંદિરના પૂજ્ય પુજારી દ્વારા કરાયેલ તિલક કપાળેથી મિટાવી દીધું.
તેઓ મહેસાણા પહોંચ્યા ત્યારે તેઓ સ્ટેજ પર ચડતાં પહેલાં લોકોને મળ્યા ત્યારની તસવીર પણ અહીં રાખી છે, જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેમના કપાળે તિલક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -