હાર્દિકનું થશે ગુજરાત આગમન, કેવી થઇ રહી છે ભવ્ય તૈયારીઓ, જાણો ક્યા યોજાશે ભવ્ય જાહેરસભા
એક રિપોર્ટ પ્રમાણે હાર્દિક પટેલ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માંગતો હતો પરંતુ તેને મળવા દેવામાં આવ્યો નહોતો. હાર્દિકે અગાઉ ટ્વિટ કરી જણાવ્યુ હતું કે હું જેવો એરપોર્ટ પર ઉતર્યો કે જયપુર પોલીસે મારી ધરપકડ કરી લીધી હતી. જોકે, જયપુર પોલીસે હાર્દિકના દાવાને અફવા ગણાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે ગઇકાલે દાવો કર્યો હતો કે રાજસ્થાન પોલીસે જયપુર એરપોર્ટ પર મારી ધરપકડ કરી હતી. આ દાવાને જયપુર પોલીસે અફવા હોવાનું જણાવીને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે સુરક્ષાના કારણસર હાર્દિકને પોલીસે રક્ષણ આપ્યું હતું.
હાર્દિકની છ મહિના ગુજરાત બહાર રહેવાની મુદત 17 જાન્યુઆરીએ પૂરી થતી હોવાથી તે ગુજરાતની હદમાં પ્રવેશી શકશે પણ ગુજરાતમાં આવ્યા પછી કોર્ટના આદેશ પ્રમાણે મહેસાણાની હદમાં પ્રવેશી શકશે નહીં. '
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ હાલમાં હાઇકોર્ટના આદેશથી ગુજરાત બહાર છે. હાર્દિક પટેલનો વનવાસ પૂરો થવામાં ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે તેની ઘરવાપસી માટે તડામાર તૈયારીઓ પાટીદારોએ શરૂ કરી છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં મોરબી, હળવદ, ધ્રાંગધ્રા,બોટાદ, ભાવનગરમાં પાટીદારોની બેઠક યોજાઇ છે અને આગામી દિવસોમાં ગોધરા સહિત મધ્ય ગુજરાતમાં બેઠકો યોજાશે. બીજી તરફ હાર્દિકના એડ્વોકેટ રફીક લોખંડવાલાએ કહ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ હાર્દિકને શરતી જામીન આપ્યા હતા અને 6 મહિના ગુજરાતની બહાર રહેવાની શરતે તેને જામીન આપ્યા હતા.
પાસના કોર કમિટિના સભ્ય વરૂણ પટેલે જણાવ્યુ હતું કે, 17 જાન્યુઆરીએ હિંમતનગરમાં લાખો પાટીદારો હાર્દિકને આવકારવા ઉમટશે. હિંમતનગરમાં પાટીદારોની રેલી યોજાશે અને ત્યાર બાદ જાહેર સભા યોજાશે. હાર્દિકને આવકારવા માટેના કાર્યક્રમની તૈયારીઓ માટે છેલ્લા એક અઠવાડીયાથી ગુજરાતના જિલ્લા અને તાલુકા લેવલે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકો યોજાઇ રહી છે.
એક અહેવાલ અનુસાર, હાર્દિક ગુજરાતમાં પ્રવેશે ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવા પાટીદારોએ તમામ તૈયારીઓ કરી દીધી છે. પાટીદારો આ બહાને શક્તિપ્રદર્શન કરવા માંગે છે. હાઈકોર્ટના આદેશ પ્રમાણે 17 જાન્યુઆરીએ હાર્દિક પટેલ ગુજરાતમાં પ્રવેશી શકશે. હાલમાં રાજસ્થાનમાં રહેતો હાર્દિક 17 જાન્યુઆરીએ સાબરકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશશે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની યોજના પ્રમાણે હિંમતનગરમાં તેને આવકારવા લાખો પાટીદારો એકઠા થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -