GST બાદ વાહનચાલકોને ફાયદો, હાઇસિક્યોરિટી નંબર પ્લેટના ભાવમાં થયો કેટલો ઘટાડો
અત્યાર સુધી માત્ર સાડા ત્રણ લાખ જેટલા જૂના વાહનોમાં જ નંબર પ્લેટ લાગી છે. જયારે હજુ પણ ૧.૮૦ કરોડ જેટલા જૂના વાહનો એવા છે કે જેમાં હાઈ સિકયોરીટી નંબર પ્લેટ લગાવવાની બાકી છે. રાજયમાં અનેક વાહનચાલકો એવા પણ છે કે જેઓ નવું વાહન લીધા બાદ તેમને નંબર ફાળવાય ત્યારે નંબર પ્લેટ તૈયાર થઈ ગઈ હોવા છતાં નંબર પ્લેટ ફીટ કરાવવા માટે જતાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએફટીએ એચએસઆરપી સોલ્યુશન પ્રાઈવેટ લિ.ના ગુજરાતના હેડ પ્રવિણ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, GSTના અમલ બાદ ૧ જૂલાઈથી નંબર પ્લેટોના ભાવમાં ઘટાડો કરી દેવાયો છે. રાજયમાં દર મહિને ૧.૩૦ લાખ વાહનોમાં નંબર પ્લેટ ફીટ થાય છે તેમને લાભ મળશે.
અગાઉ ટુ વ્હીલરમાં નંબર પ્લેટ ફીટ કરવાનો ભાવ રૂ. ૧૫૦ હતો જેમાં રૂ. ૧૦નો ઘટાડો થયો છે અને તે નંબર પ્લેટ હવે રૂ. ૧૪૦માં લગાવવામાં આવે છે. તે જ રીતે થ્રી વ્હીલરમાં રૂ. ૧૮૦નો ભાવ હવે રૂ. ૧૭૦ જેટલો થઈ ગયો છે. જયારે ફોર વ્હીલરમાં રૂ. ૪૩૦નો ભાવ હતો તે ઘટીને રૂ. ૪૦૦ અને લાઈટ મોટર વ્હીકલનો ભાવ રૂ. ૪૫૦ હતો તે ઘટીને રૂ. ૪૨૦ થઈ ગયો છે.
અમદાવાદ: 1,જૂલાઇના રોજ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ રાજ્યમાં હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP)ના ભાવમાં ઘટાડો થયો છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના નંબર પ્લેટના ભાવમાં રૂ. ૧૦ અને ફોર વ્હીલર તથા લાઈટ મોટર વ્હીકલના ભાવમાં રૂ. ૩૦નો ઘટાડો થયો છે.
આ ઘટાડાનો અમલ ૧ જૂલાઈથી શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજયમાં દરરોજ ૧.૩૦ લાખ જેટલી નંબર પ્લેટો નવા વાહનોમાં ફીટ કરવામાં આવે છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૧ હજાર નંબર પ્લેટો ફીટ થાય છે. જેથી રાજયના ૧.૩૦ લાખ વાહન માલિકોને નંબર પ્લેટના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -