અમદાવાદઃ પરિણીતાને ઠાકોર યુવાન સાથે બંધાયા સેક્સસંબંધ, પોતે ગઈ પિયર ને પ્રેમીએ શું કર્યું ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓઢવ પીઆઇ એન. એલ. દેસાઈના જણાવ્યા અનુસાર, બેલાપાર્ક સોસાયટીમાં 6 મહિનાથી વિપુલ મોદી (28) પત્ની સુજાતા અને માતા કંચનબહેન (55) સાથે ભાડેથી રહેતો હતો. પોલીસને ઘરમાંથી લોહીના ડાઘા અને ચોકમાંથી બે કોથળા મળ્યા હતા. જેમાં બંનેની લાશ હતી.
આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં સુજાતાના બળદેવ ઠાકોર સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. આ પ્રેમસંબંધની આશંકાને પગલે પોલીસે ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. જેમની પૂછપરછ કરતાં વિપુલ ઠાકોરની સંડોવણી બહાર આવી હતી. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, આ ડબલ મર્ડરની માસ્ટર માઇન્ડ પુત્રવધૂ છે.
મૃતક વિપુલ કઠવાડા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો. વિપુલના લગ્ન દોઢ વર્ષ અગાઉ થયા હતા. .તેની પત્નીના આ બીજા લગ્ન હતા. તેને પહેલા લગ્નથી એક દીકરી છે, જે પણ તેની સાથે રહેતી હતી. પાડોશીઓની પૂછપરછ કરતાં છેલ્લા ત્રણ દિવસથી મકાનનો દરવાજો બંધ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જોકે, પુત્રવધૂ લાપતા હોવાથી તેની તપાસ કરતાં તે પિયર હોવાનું સામે આવ્યું હતું.
વિપુલની પત્ની સુજાતાના બળદેવ ઠાકોર સાથે અનૈતિક સંબંધો હતા. બળદેવે ત્રણેક દિવસ પહેલા કંચનબહેનના ઘરે આવી માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. એ પછી તે વિપુલ ઘરે આવે તેની રાહ જોઈને બેસી રહ્યો હતો અને વિપુલના આવ્યા પછી તેની પણ હત્યા કરી હતી. વિપુલની પત્ની 10 દિવસથી પિયર મહારાષ્ટ્રમાં છે.
હત્યા પ્રકરણમાં મૃતક યુવક વિપુલ સુરેશભાઇ મોદી (ઉ.વ.ર૮)ની પત્ની સુજાતાના અનૈતિક સંબંધો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. સુજાતાના પ્રેમીએ પહેલા વિપુલની માતા કંચનબહેન સુરેશભાઇ મોદી (ઉ.વ.પપ)ની માથામાં કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી અને પછી વિપુલ ઘરે આવતાં તેની પણ તે જ રીતે હત્યા કરી નાંખી હતી. જોકે, આ સમયે સુજાતા મહારાષ્ટ્રમાં આવેલા પિયરમાં હતી.
અમદાવાદ: ઓઢવ વિસ્તારના અંબિકાનગરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ત્રણ દિવસથી બંધ ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી પાડોશીએ પોલીસને જાણ કરતાં ઘરમાંથી કોથળામાંથી વિકૃત હાલતમાં બે લાશો મળી આવી હતી. આ લાશ માતા-પુત્રની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ હત્યા પ્રકરણમાં તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -