અમદાવાદઃ PT ટિચરને RJ સાથે બંધાયા સેક્સસંબંધ, પછી શું આવ્યો અંજામ?
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં વર્ષ 2003ના હાઈપ્રોફાઇલ સજની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે હત્યારા પતિની બેંગલુરુથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધમાં 26 વર્ષીય પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે પંદર વર્ષ પછી તેને પકડી પાડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસજનીની હત્યા બાદ તરુણે લૂંટ-હત્યાની સ્ટોરી ઉભી કરી હતી. જોકે, પોલીસને તેના પર શંકા જતાં તે તબિયતનું બહાનું આપીને હોસ્પિટલાઇઝ થયો હતો અને આ પછી તે જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. પત્નીની હત્યા બાદ તરુણ ઓળખ છુપાવી બેંગલોરમાં રહેતો હતો.
બેંગલુરુની કંપનીમાં પ્રવીણ ભટેલી નામથી નોકરી કરતો હતો. તરુણ ઓરેકલની ઓફિસમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતો હતો. હત્યા વખતે સજનીની ઉંમર 26 વર્ષની હતી. તરુણને શોધવા માટે ગુજરાત પોલીસે અનેક રાજ્યોમાં તપાસ કરી હતી.
પોલીસને બાતમી મળી કે તરૂણ બેંગ્લુરુમાં નોકરી કરી રહ્યો છે. પોલીસે તરુણના સંબંધીના ફોન ટ્રેસમાં મુક્યો હતો. ફોન કરતા પોલીસને બેંગલુરુમાં હોવાની માહિતી મળી હતી. તરુણે બીજા લગ્ન કર્યા છે અને તેનાથી તેને બે બાળકો પણ છે.
ગત 14 ફેબ્રુઆરી 2003 એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે લૂંટનું નાટક રચી પત્નીની હત્યા કરી નાંખી હતી. તરુણે સજનીની હત્યા બાદ પ્રેમિકાને કર્યો હતો અને ફોનમાં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે, તેમ જણાવ્યું હતું. વેલેન્ટાઈનના દિવસે પ્રેમિકા સાથે તરુણને લગ્ન કરવા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, વર્ષ ૨૦૦૩માં બોપલના હીરાપન્ના ફ્લેટમાં મૂળ કેરળના તરુણ જિનરાજ અને તેની પત્ની સજની રહેતાં હતાં. તરુણ એશિયા સ્કૂલમાં પીટી ટિચર તરીકે નોકરી કરતો હતો. જ્યારે સજની આઇસીઆઇસીઆઇ બેંકમાં મેનેજર હતી. તરુણને શહેરની એક આરજે સાથે પ્રેમસંબંધ હતા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા, પરંતુ બંનેની વચ્ચે સજની આવતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -