વઢવાણ બેઠક પર ધનજીભાઈ પટેલને ટિકિટ મળતાં રોષ, કોના સમર્થકો ગાંધીનગરમાં થયા ભેગા?
નોંધનીય છે કે, આ બેઠક પર આઇ.કે. જાડેજાને ટિકિટ મળશે, તેવું ફાઇનલ માનવામાં આવતું હતું. જોકે, ભાજપ દ્વારા આઇ.કે. જાડેજાની બદલે મેકસનવાળા ધનજીભાઈ પટેલને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. જેને કારણે જાડેજાના સમર્થકો નારજ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇ.કે. જાડેજાને ટિકિટ ન આપતાં તેમના સમર્થકો આજે ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આ અંગે તેમની સાથે વાત કરવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો અને હાલ કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં અત્યારે ચાલતી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા કહ્યું હતું.
હાલ, આઇ.કે. જાડેજાના નિવાસસ્થાને તેમના સમર્થકો અને ટેકેદારોનો આવવાનો પ્રવાહ ચાલું જ છે. તેઓ આજે કમલમ ખાતે પણ જશે, તેવું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ભાજપે યાદી જાહેર કર્યા પછી અન્ય જગ્યાએ પણ વિરોધ ઉઠ્યો છે.
અમદાવાદઃ ગઈ કાલે ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે વઢવાણમાંથી વર્તમાન ધારાસભ્ય વર્ષાબેન દોશીની જગ્યાએ ધનજીભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે. ધનજીભાઈને ટિકિટ મળતાં ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -