ગુજરાતમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કઈ 9 બેઠકો જીતવાનો પાકો વિશ્વાસ? રાહુલ સામે શું અપાયાં કારણ?
ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા તથા ઠાકોર મતબેંકના જોરે કોંગ્રેસ સાબરકાંઠા, બનાસકાંઠા અને પા઼ટણ બેઠક જીતી શકે તેમ છે તેવું કોંગ્રેસના નેતાઓનું માનવું છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી તથા ઓબીસી મતબેંકના જોરે દાહોદ, આણંદ અને પંચમહાલ બેઠકો પર પણ કોંગ્રેસની જીતની શક્યતાનો દાવો કોંગ્રેસના નેતાઓએ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસના નેતાઓનો એનાલીસિસ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી એ ત્રણ બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા એકદમ પ્રબળ છે. અમરેલી જિલ્લો ભાજપનો ગઢ છે પણ પાટીદાર અનામત આંદોલનની અસર હેઠળ આ બેઠક ખૂંચવી લેવાનો કોંગ્રેસને વિશ્વાસ છે.
આ પ્રેઝન્ટેશનમાં 9 બેઠકો પર કોંગ્રેસની જીતની શક્યતા એકદમ પ્રબળ હોવાના દાવો કરાયો. આ બેઠકો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છે. કોંગ્રેસના નેતાઓના એનાલીસિસ પ્રમાણે કોંગ્રેસની જીતની વધુ શક્યતાવાળી બેઠકોમાં 3 બેઠક સૌરાષ્ટ્રની છે જ્યારે 3-3 બેઠકો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છે.
અમદાવાદઃ ગયા બુધવારે દિલ્હીમાં મળેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટિની બેઠકમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે મનોમંથન થયું. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સમક્ષ દરેક લોકસભા બેઠક દીઠ પ્રેઝન્ટેશન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -